________________
તમે શું ઈચ્છો છો તે નક્કી કરી લેવું. જુવાર વાવીને ઘઉંની આશા વ્યર્થ છે. તેમ સંસારનું બીજ વાવીને મુક્તિની આશા રાખવી તે વ્યર્થ છે. અશુભનું બીજ વાવી સુખની આશા રાખવી વ્યર્થ છે.
કર્મમુક્તિનો સચોટ ઉપાય પર વસ્તુના રાગનો ત્યાગ કરવો, જીવા જ્યારે પર વસ્તુમાં મારાપણાનો ભાવ કરે છે ત્યારે ભવ રૂપી બંધનના પિંજરામાં પુરાય છે. આવા જન્મમરણયુક્ત ભવ પ્રત્યે અત્યંગ ઉદ્વેગ થવો જોઈએ. ભવનિર્વેદ થવો જોઈએ. ભવનિર્વેદ એટલે દેહનો પણ જીવને ભાર લાગે, ક્યારે છૂટું તેવું ચિત્તમાં ચૂંટાયા કરે. કારણ કે દેહ પણ કર્મફળ છે, કર્મનું સર્જન છે, તેનું વિસર્જન જડનો રાગ ત્યજી આત્મા પ્રત્યે ઝૂકી એક તેના જ આશ્રયે જીવન જીવવું થાય ત્યારે ભવથી નિર્વેદ થઈ દેહાદિ સર્વ પદાર્થોનો ભાવરોગ ટળી જાય.
ઉત્તમ ફળનું બીજ ઉત્તમ જોઈએ. અધમ ન ચાલે કુકર્મનું ફળ કાળાંતરે પણ સારું ન આવે, કર્મના આ અબાધિત નિયમનો ભંગ કરનાર જીવનમાં દુઃખી થાય છે. આ નિયમના પાલનમાં જ જીવનની આંતર-બાહ્ય શાંતિ અને ઉન્નતિનો આધાર છે.”
૦ કારણ તેવું કાર્ય છે વાસ્તવમાં કર્મ ન્યાયી સત્તા છે. પક્ષપાતરહિત તેનો સનાતન નિયમ છે, જેનું કારણ તેવું કાર્ય નીપજે. જે કાર્ય સિદ્ધ કરવું હોય તેને અનુરૂપ કાર્યનો પ્રારંભ કરવો જોઈએ. સુખની ઇચ્છાવાળાએ સુખ મળે તેવાં કાર્યોનું નિર્માણ કરવું જોઈએ. કારણ-કાર્યનું આ રહસ્ય ગહન છે. | યોગ્ય ઔષધના ઉપચારથી રોગ દૂર થાય ત્યારે ઔષધ કારણ અને રોગનું દૂર થવું તે કાર્ય હતું. કોઈ વાર એવું બને કે ઔષધની વિપરીત અસર થાય તો રોગની વૃદ્ધિ થાય ત્યારે તેમાં પણ કારણ-કાર્ય ભાવનો સંબંધ છે. પ્રથમ પ્રકારમાં રોગ ટળવાનો – અશાતાનું કર્મ ખરવાનું હતું ત્યારે ઔષધનું નિમિત્ત કામ લાગ્યું. બીજા પ્રકારમાં અશાતાનું કર્મ હજી શેષ હતું તેથી ઔષધ કાર્યકારી ન થયું.
જગતમાં પરમાણુમાત્ર જીવના પરિણામ કાર્યકારણભાવના સંબંધથી કામ કરે છે. જીવ અજ્ઞાનવશ કર્તાભાવ કરે છે. કારણ-કાર્યભાવના સંબંધ થતાં કાર્યને જાણતો ન હોવાથી તે કર્મનો કર્તા થાય છે. ધાર્યું પરિણામ ન આવે ત્યારે દુઃખી થાય છે. વિસ્મય પામે છે. જ્ઞાનીજનો કાર્યકારણભાવને જાણતા હોવાથી કબુદ્ધિ કરતા નથી કે વિસ્મય પામતા
૧૩૦ * શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org