________________
નથી.
કારણજોગે હો કારણ નીપજે રે, તેમાં કોઈ ન વાદ;
કારણ વિણ જો કારજ સાધીયે રે,
એ નિજ મત ઉન્માદ. શ્રી આનંદઘનજી
અજ્ઞ જીવો ધર્મ-કર્મને માને કે ન માને પણ સૃષ્ટિ જ સ્વયં નિયમથી ચાલે છે. જેવું કારણ તેવું કાર્ય નીપજે છે. સાત્ત્વિક જીવો સુકૃત્યો દ્વારા પુણ્યઉપાર્જન કરી સુખ પામે છે. દુરાચારી માનવ દુષ્કૃત્યો દ્વારા પાપ ઉપાર્જન કરી સ્વયં દુઃખ પામે છે. અને જે જીવો શુદ્ધ ઉપયોગ અને સમતાયુક્ત છે, તે જ્ઞાન, ધ્યાન અને વૈરાગ્ય વડે સંસારના શુભાશુભ આશ્રવથી મુક્ત થઈ પરમ સુખ પામે છે.
જગતમાં સુખ-દુઃખનું દ્વંદ્વ આ પુણ્યપાપ પર આધારિત છે. ચાર ગતિના પરિભ્રમણ અને અનેક પ્રકારની વિચિત્રતાઓ પણ આ શુભાશુભ કર્મને આધારે છે. કોઈ દુઃખ ઇચ્છતું નથી છતાં દુઃખ આવે છે. વળી કેટલાક મનુષ્યો વિના પરિશ્રમે સાધનસંપન્ન હોય છે. તેમાં કારણ વિના કાર્ય હોય નહિ.
કોઈ પણ જીવને જન્મતાની સાથે જે સંયોગો મળે છે, તેમાં તે જ સમયનો કોઈ પુરુષાર્થ જોવામાં આવતો નથી. એકેન્દ્રિયાદિ સ્થાનોમાં જન્મ થવો કે માનવ તરીકે જન્મ થવો. જન્મીને નિરોગિતા મળવી કે રોગથી ઘેરાઈ જવું. દરિદ્રતા મળવી કે સંપત્તિ મળવી તેનું વર્તમાનમાં તો કોઈ કારણ દેખાતું નથી. તેથી સ્વીકારવું જ રહ્યું કે આવાં સર્વ કારણોની પાછળ કોઈ ગૂઢ રહસ્ય છે. તેને તમે પ્રારબ્ધ કહો, નસીબ કહો. અંગ્રેજીમાં કહો ગુજરાતીમાં કહો, પણ આ સર્વનું ગૂઢ રહસ્ય કર્મ' છે.
સુખ ઇચ્છે ને પુણ્ય ન કરે, દુઃખ ન ઇચ્છે અને પુણ્ય ન કરે, તો તેને માથે કારણ પ્રમાણે કાર્ય નીપજવાનું છે. સુકૃત્ય અને શુભ ભાવના દ્વારા મળેલા સુખનાં સાધનો, સંપત્તિ, સદ્ગુણી પરિવારને તારે તારા માની લોભાવું નહિ. કારણકે પુણ્યપ્રકૃતિના ઉદયે મળેલા છે. તે તારું નથી કારણકે આયુ પૂર્ણ થયે તે સર્વે ત્યજીને જવાનું છે. માટે પુણ્યના માલિક ન બનવું. એ પુણ્યની પાછળનું કારણ તો અરિહંતાદિ છે. તેમણે સ્થાપેલો ધર્મનો પ્રભાવ છે, માટે પુણ્યયોગમાં જેના વડે તે સર્વે મળ્યું તેને અર્પણ કરી મુક્ત થવું. અર્થાત્ અરિહંત તીર્થંકર પરમાત્માની પૂજા-સત્કાર વડે ઋણમુક્ત થવું. પરમાત્મા આપણું કશું
Jain Education International
સ્વતઃસિદ્ધ ન્યાયતંત્ર : કર્મસત્તા × ૧૩૧
For Private & Personal Use Only
www.jainelibrary.org