________________
૭. સ્વતઃસિદ્ધ ન્યાયતંત્ર : કર્મસત્તા
કર્મ શું છે ?
સંસારી અક્ષ જીવો પર કર્મનું એકછત્રી સામ્રાજ્ય સ્વયંસંચાલિત છે. જેમાં કોઈ વ્યક્તિવિશેષને ફળ આપવાનો વિકલ્પ નથી. જેવું બીજ તેવું ફળ સ્વતઃ બેસે છે. જીવની જેવી કરણી તેવી ભરણી સ્વતઃ પરિણમે છે. તે કર્મ છે.
કર્મ સંસારનું બીજ છે, ધર્મ મુક્તિનું બીજ છે. સમગ્ર સૃષ્ટિમાં અનેક રૂપી-અરૂપી પદાર્થો પોતાનું અસ્તિત્વ ધરાવે છે. જૈન દર્શન સૃષ્ટિના સર્જન-વિસર્જનની સ્વાયત્ત સત્તા માને છે. છ દ્રવ્યો અને નવ તત્ત્વો ઉત્પાદ, વ્યય અને ધ્રુવના નિયમથી પરિવર્તન પામે છે.
વળી જૈનદર્શનમાં સર્વજ્ઞ ભગવાને આઠ વર્ગણાનું નિરૂપણ કર્યું છે. જે લોકાકાશમાં સંપૂર્ણપણે વ્યાપ્ત છે. તેમાં અત્રે કાર્યણવર્ગણાને સમજવા પ્રયત્ન કરીશું. વિશ્વમાં મુખ્યત્વે ચૈતન્ય અને જડ બે પદાર્થો છે. કાર્મણવર્ગણા પુદ્ગલ પરમાણુ રૂપે જડ પદાર્થ છે. જેમાં આકર્ષણ થવાનું લક્ષણ છે. ચૈતન્ય એટલે આત્મા. આત્મા સ્વભાવથી શુદ્ધ છે, છતાં માટી અને સોનાની જેમ અનાદિથી કર્મ સાથે તેનો સાંયોગિક સંબંધ છે.
આત્મા જ્યારે સ્વભાવને ત્યજીને વિભાવ રૂપે કે રાગાદિ રૂપે પરિણમે છે, ત્યારે તે ક્ષેત્રમાં રહેલી કાર્યણવર્ગણા આકર્ષાઈને આત્મપ્રદેશોના સંયોગમાં આવે છે. લોઢું લોહચુંબકના પ્રદેશમાં આવે ત્યારે ચોટે છે, પકડાય છે, તેમ આત્મના પ્રદેશોમાં કાર્યણવર્ગણા ચોંટે છે. દૂધપાણીની જેમ એકમેક થાય છે. આત્મા જ્યાં સુધી કર્મથી પ્રભાવિત થાય છે. ત્યાં સુધી તેના ઉપર કર્મસત્તાનું એકછત્રી રાજ્ય પ્રવર્તે છે.
વાસ્તવમાં આત્મા અને કાર્યણવર્ગણા લક્ષણથી નિતાંત ભિન્ન છે. પરંતુ એકક્ષેત્રમાં ઉભયનો સંયોગ છે, કર્મ જડ છે, તેમાં સુખદુઃ ખનો અનુભવ નથી. આત્મા ચૈતન્ય હોવાથી તે વેદક-અનુભવશીલ છે, તેથી કર્મના પરિણમનને તે રાગાદિને કારણે સુખ-દુ:ખ રૂપે અનુભવે છે. વાસ્તવમાં આત્મા અબદ્ધ છે, પરંતુ તેની વૈભાવિક અવસ્થામાં
Jain Education International
૧૨૬ * શ્રુતસાગરનાં બિંદુ
For Private & Personal Use Only
www.jainelibrary.org