________________
સને જાણવાનો આ અવસર ક્ષણભર પણ ચૂકતો નહિ. સત્સમાગમે આત્મસ્વભાવ પ્રત્યેની દૃષ્ટિ દેઢ અને નિર્મળ થાય છે.
સંભવ છે કે તેમાં કંઈ વિઘ્ન આવે તોપણ મૂંઝાતો નહિ. સર્વજ્ઞ ધિંગ ધણી માથે છે, સત્ પુરુષ સાથે છે. સ્વરૂપરુચિ તારે હાથે છે, હવે મૂંઝવણ શાને ? સર્વ પરિસ્થિતિમાં તારું જ્ઞાન, બોધિનું સત્ત્વ તારી સાથે છે. હવે તારું નિશ્ચયબળ તને ઊર્ધ્વગામી બનાવશે. પોતાના ઉદાત્ત આત્મતત્ત્વને આરાધ્યા સિવાય હવે કોઈ અન્ય સ્થળે ચૈતન્યનો હવાલો આપવા જેવો નથી. બોધિની પ્રાપ્તિનો અમૂલ્ય અવસર આત્મસાત્ કરી લેવો. હવે એક લગની કે –
હું એક શુદ્ધ સદા અરૂપી, જ્ઞાન દર્શન મય ખરે, કંઈ અન્ય તે મારું નથી, પરમાણુ માત્ર જરી અરે !
સમસ્ત વિશ્વ જડ ચેતનાત્મક છે. તેમાં ચૈતન્યની વિશેષતા છે, એ ચૈતન્યનો વિલાસ એટલે સમતા રમણીયતા, ઉર્ધ્વતા, જ્ઞાયકતા આદિ ફૂરણાઓ છે. જડ તત્ત્વ ચૈતન્યના લક્ષણથી વિરોધવાળું હોવાથી ચૈતન્યના અસ્તિત્વને વધુ સ્પષ્ટપણે જણાવે છે. જડ તત્ત્વો સાથેનો એકત્વભાવ મનના રાગાદિને કારણે છે. જડ તત્ત્વ કંઈ બોલતું ચાલતું તત્ત્વ નથી કે ચૈતન્યને તેની સાથે લક્ષણથી એકતા થાય. પોતાને સ્વરૂપે રહેવું તે ઐક્ય છે.
“કૃતમઃ અખિલ સર્વ લોકેક સાર” x ૧૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org