________________
દેહાદિના વિકલ્પનો રસ તૂટી, સ્વભાવનો રસ ઘૂંટાય. જેથી પરિણતિ - ઉપયોગ પણ ત્યાં જ વળે.
ચિંતનમાં અરિહંતના સ્વરૂપનું અવલંબન હો, સિદ્ધ સ્વરૂપનું અવલંબન હો કે ભૂમિકા પ્રમાણે શુદ્ધાત્માની અનંત શક્તિનું અવલંબન હો, એમ વિવિધ પ્રકારે સ્વભાવ તરફ ઉપયોગને પ્રેરવો. પુનઃ પુનઃ આ અભ્યાસ થવાથી કોઈ ધન્ય પળે પ્રથમ એક શુભધારાનું વહેણ વહેતું થશે જે અશુભના અંતરાયોને આંતરતું જશે. ત્યાર પછી એ ધારા-લગની સ્વભાવનું અવલંબન લઈ શુદ્ધતાની એક નાની સરખી રેખા અંકિત કરશે. ત્યારે જ્ઞાન અને રાગની જે મિશ્રતા હતી તેમાં ભેદ પડશે રાગ રાગના પડખામાં વિલીન થશે જ્ઞાન પ્રકાશરૂપે પ્રગટતો રહેશે.
કેવી અદ્ભુતતા સર્જાશે ?
હવે એ સમજણ દેઢ થઈ છે કે રાગાદિ જ દુઃખની જડ હતી. જ્ઞાનસ્વરૂપી હું સ્વયં સુખનો સાગર છું. રાગનું પરિણમન સ્વતંત્ર છે. મારા સ્વભાવનું પરિણમન સ્વતંત્ર છે. હું તો જ્ઞાન-દર્શન શુદ્ધ તત્ત્વ છું, હું મારા ગુણો વડે મારું કાર્ય કરવા સમર્થ છું. બોધિની પ્રાપ્તિ થતાં હવે સંસાર ક્ષીણ થવાનો પ્રારંભ થઈ જીવ સંસારથી સંપૂર્ણ મુક્ત થાય છે.
બોધિ ભાવથી ભાવિત થયેલો આત્મા શું અનુભવે છે ?
ઓહો ! અનાદિથી રાગાદિમાં જે જોયું જાણ્યું કે અનુભવ્યું તે તો નર્યું અજ્ઞાન જ હતું. દુઃખથી ભરપૂર હતું. સ્વભાવના સંવેદનનું આવું સુખ ત્યજી મારે હવે શા માટે અન્યત્ર જવું ? નિર્દોષ સુખ અને આનંદ સ્વરૂપ હું છું. રાગાદિ પર્યાય તે મારાથી અત્યંત ભિન્ન છે. હું સ્વાત્મપણે સિદ્ધ છું. નિરંતર આવી ભાવના કરવાથી રાગદ્વેષથી મુક્ત થવાય છે. આ જન્મે આ કાર્યનો પ્રારંભ થાય તો અલ્પ કાળે મોક્ષ પામી આનંદમાં વિચરવાનું થાય.
માત્ર એક જ ધ્યેય રાગાદિના દુઃખથી છૂટવું અને સ્વભાવના સુખને પામવું. તે માટે જ્ઞાનીજનોનો સંપર્ક, સત્સમાગમ અવશ્ય ઉપાસવો. સાચી જિજ્ઞાસા તેવા યોગોને મેળવી આપશે. તું કંઈ પણ જાણતો હોય તે ગૌણ કરજે. વિસ્મૃત કરજે. અત્યાર સુધી તેં જે જાણ્યું તે સર્વે અસતું હતું. હવે
૧૨૪ * શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org