________________
દૂર થાય છે. જ્ઞાન સ્વયં આત્માનુભવપણે પ્રગટ થાય છે. તે પ્રત્યક્ષ ચૈતન્ય-ચિત્તિતત્ત્વ છે. આત્માનુભૂતિ વગર પરમાનંદની પ્રાપ્તિ નથી.
કુદરત કે વર્ષા ખેડૂતે શું વાવ્યું તે પૂછતી નથી. ખેડૂતે જે વાવ્યું તેવું તેને મળે છે. તેમ મનુષ્ય શું કરવું તે કર્મ કહેતું નથી, જે અજ્ઞાનમય જીવે છે તે રઝળે છે. જ્ઞાનમય જીવે છે તો છૂટે છે. અમાસથી પૂનમ થતાં પંદર દિવસ લાગે, પણ પાપ કે અજ્ઞાનથી છૂટવા પળનો જ સવાલ છે.
તપથી કાયા સુકાય તે બાહ્ય ભૂમિકા છે. તપથી કર્મ સુકાય તે આંતરિક ભૂમિકા છે. તપથી કાયા સુકાય તેમ કર્મ સુકાવાં જોઈએ. સંસારનો ત્યાગ કરવા છતાં અંતર પરિણતિ નથી થતી પરંતુ જાગૃત થવાથી સંસાર છૂટી જાય છે.
આત્મા ધર્મમય છે તેનો પરિચય કેવી રીતે થાય ? વિશ્વ આપણા નેત્રના માપવાળું નથી, કે બુદ્ધિના વિષય જેટલું નથી. વિશ્વ દૃશ્ય અને અદશ્ય એમ બે વિભાગમાં વહેંચાયેલું વિરાટ છે. દેશ્યપદાર્થો જોવા, સાંભળવા કે જાણવા ચક્ષુ આદિ ઇન્દ્રિયો પર્યાપ્ત છે. પરંતુ અદશ્ય પદાર્થો ઇન્દ્રિયગોચર નથી, છતાં પદાર્થો શેયરૂપ તો છે જ. તે જોવા માટે યુક્તિ, અનુમાન કે અન્ય પદાર્થોની સહાય લેવી પડે છે.
જેમ કે વૃક્ષનું મૂળ આપણે જોઈ શકતા નથી, પરંતુ વૃક્ષનાં પાંદડાં લીલાંછમ છે, તેના પર ફળફૂલ આવે છે, તેથી આપણે નિર્ણય કરી શકીએ છીએ કે વૃક્ષ જીવંત છે. તે પ્રમાણે દૂર રહેલો અગ્નિ ધુમાડા કે ઉષ્ણતાથી જણાય છે. જેમ અદશ્ય એવું વૃક્ષનું મૂળ ફળફૂલ આદિથી ઓળખાય છે. તેમ ધર્મીને તેના લક્ષણથી જાણી શકાય છે.
કોઈ જીવે પૂર્વે સેવેલો ધર્મ વર્તમાનમાં તેની મળેલી સંપત્તિ આદિથી ઓળખાય છે. તે જીવનો વર્તમાન ધર્મ તે ઔદાર્ય આદિ ગુણોથી ઓળખાય છે. અંતરમાં રહેલા ગુણોને ઔદાર્ય, આદિ ગુણો દ્વારા જાણે વાચા મળે છે, ધર્મનો બોધ તેને અધ્યાત્મયોગમાં લઈ જાય
ધર્મ રૂપી વૃક્ષના મૂળમાંથી ઉદારતા, પ્રેમ, પરહિતચિંતા જેવા ગુણો ફળફૂલની જેમ ઊગી નીકળે છે તે ધર્મના મૂળને જણાવે છે.
ભૂતકાળમાં સેવેલો ધર્મ વર્તમાનની સુખસંપત્તિ દ્વારા પ્રગટ થાય
ધર્મપરિચય - ધર્મની યથાર્થતા જ પ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org