________________
છે, વર્તમાનમાં અંતરમાં રહેલો ધર્મ ગુણો દ્વારા પ્રગટ થાય છે. અને અન્યત્ર દેવ-માનવનાં સુખ મળવાં તે આગામી પરિણામ છે.
ધર્મઆરાધના ધર્મના પ્રણેતા કોણ છે ? તેમણે ધર્મ કેવી રીતે આપ્યો ? ધર્મ એ પરમ તત્ત્વ છે. પરમ તત્ત્વના દાતા પરમાત્માં હોય. એ ધર્મ આજ્ઞાસ્વરૂપ છે. તે આજ્ઞા આત્મકલ્યાણરૂપ હોવાથી વાત્સલ્યમય છે. - આપણા જીવનને બે પાસાંથી જોઈએ તો આજ્ઞાનો આરાધક પ્રથમ સુખનો પછી પરમ સુખનો સ્વામી બને. આજ્ઞા-વિરાધક દુઃખ; અતિદુઃખનો ભાજક બને છે. અર્થાત્ જિનાજ્ઞાની આરાધના સંસારથી પાર કરે છે. જિનાજ્ઞાની વિરાધના સંસારની યાત્રા ચિરંજીવી બનાવે છે. સામાન્ય જીવો ધર્મારાધકને ધર્મી માને છે, સુખી માનતા નથી. તપ બહુ કરે છે. ખુલ્લા પગે ચાલે છે. આમ જાણી બાહ્ય સુખના રસિયા ધર્મમાર્ગમાં આવતા નથી.
શરીરમાં થયેલા રોગને જાણવો પડે, તેનું નિદાન કરવું પડે. ઔષધ સાથે પથ્ય પાળવું પડે, અપથ્યનો ત્યાગ કરવો પડે ત્યારે રોગમુક્તિ થાય, તેમ ભાઈ ! તારે આ ભવરોગને જાણવો પડે, કર્મજન્ય પરિસ્થિતિ મહારોગ છે. તેનું નિદાન જિનાજ્ઞા છે, પથ્ય ધર્મ છે, અપથ્ય
અધર્મ છે, ધર્મરૂપ પથ્યનું સેવન અને અધર્મરૂપ અપથ્યનો ત્યાગ કરવો * જોઈએ.
ધર્મ શું છે, એનો કંઈક ખ્યાલ આપ્યા પછી હવે અધર્મ શું છે, તે જાણવું જરૂરી છે. માર્ગે જતાં ગંતવ્ય સ્થાનને જાણવું પડે, અને જે માર્ગે જવાનું નથી તે માર્ગને પણ જાણવો પડે. જેથી ખોટે માર્ગે ચઢી જવાય નહિ.
૦ અધર્મ શું છે? ૦ સ્વચ્છંદ, અવિવેક એ અધર્મના સહોદર બંધુ છે. તેના વગર અધર્મ ટકે તેમ નથી.
સ્વચ્છંદ એટલે હિતાહિતના ભાન વગર વર્તવું. જીવનમાં કોઈની આમન્યા નથી તે સ્વચ્છંદ છે; સ્વેચ્છાચાર છે. મોહવશ જીવ અંધકારમાં ફાંફાં મારે છે. જન્માંધને માર્ગ કાપવા અન્ય દેખતાનો સહારો જરૂરી છે. તેમ મોહાંધને સર્વજ્ઞનાં બોધવચનો, ગુરુજનોની આજ્ઞા સહારો બની માર્ગે પહોંચાડે છે. પરંતુ તે વચનોનો સ્વીકાર ન કરવો તે અધર્મ છે.
પર જ શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org