________________
છે અને તેને બોધરૂપે પ્રગટ કર્યા છે. શરીરાદિના સુખદુ:ખનાં બાહ્ય કારણો શુભાશુભ કર્મનાં ફળ છે અને અંતરંગ કારણ શુભાશુભ ભાવ છે. કર્મ એ પૌદ્ગલિક સૂક્ષ્મ પદાર્થ છે. પરભાવ એ આત્માના અજ્ઞાનની નીપજ છે આમ પરભાવ અને કર્મ બંને જીવના સુખદુ:ખનું કારણ છે. શુભ ભાવ થવાનું કારણ દયા, પરોપકારાદિ સુકૃત્યોરૂપ સામાન્ય ધર્મ છે. જે સુખનું પ્રદાન કરે છે. અશુભ ભાવ હિંસા, કૃતજ્ઞતા આદિ દુષ્કૃત્યોરૂપ અધર્મ છે. જે દુઃખનું પ્રદાન કરે છે. જીવમાત્ર શુભાશુભ ભાવ કરવા માટે સ્વતંત્ર છે. તેમાં પણ જો બીજાનું સુખ તારું દુઃખ બનતું હોય તો તેને દૂર કરવાનો ઉપાય તને ક્યાંથી મળશે ? માટે તું એક વાતનો સ્વીકાર કર ભોજનનાં દ્રવ્યોથી પેટ ભરી શકાય મન ન ભરી શકાય; મનને ભરવાનો ઉપાય માત્ર સંતોષ છે.
સાંસારિક સુખનું કારણ ધર્મ છે, પરંતુ સ્કૂલ દષ્ટિએ તે બોધરૂપ થતો નથી. તે જાણવા માટેનાં જ્ઞાનચક્ષુ કોઈ વિરલ વ્યક્તિને હોય છે. કારણ કે તેની પાસે તત્ત્વનો અભ્યાસ છે. તત્ત્વનો બોધ હોવાથી તે જીવી જાણે છે, કે વૈજ્ઞાનિક ક્ષેત્રે ભૌતિક સુખોનો થયેલો વિસ્તાર પાપજનક છે. તેથી તે ત્યાગવા યોગ્ય છે.
પરોપકારાદિ શુભ ભાવ વડે થયેલા પુણ્યકર્મથી મળતાં સુખો ભૌતિક છતાં અપેક્ષાએ અલ્પ દોષવાળાં હોય છે. વળી તે સુખો પણ તેમને ગારવ-લોલુપતા પેદા નથી કરતાં તેથી નિર્દોષ છે.
જગતનો માનવી દાળમાં મીઠું કે ગોળ વધુ હોય તો બોલે, પગમાં જોડો ડખે તો સીસકારી પાડે, પરંતુ સંપત્તિ વધે ત્યારે બોલતો
નથી.
“જે ભૌતિક સુખોની ઉત્પત્તિમાં નાશ નથી, રક્ષણમાં ક્લેશ નથી, વર્તમાનમાં દુઃખ નથી. અનાગતકાળે દુર્ગતિ નથી. અનાયાસે જેની સિદ્ધિ છે, અનીતિપૂર્વકના ભોગોમાં જેનો દુર્વ્યય નથી. ધર્મ ઉન્નતિ અને ધર્મની વૃદ્ધિમાં જ જેનો શુભોપયોગ છે; એવાં સુખોની પ્રાપ્તિ પુણ્યાનુબંધી પુણ્યરૂપી ધર્મના સંબંધથી છે. તે ઉત્તરોઉત્તર શુભ ગતિની પ્રાપ્તિના નિમિત્તભૂત બનીને જીવને અંતે મોક્ષના અવ્યાબાધ સુખોની પ્રાપ્તિ કરાવે છે. તેનું જ નામ નિઃશ્રેયસ છે.”
0 અવિદ્યાનો સંસ્કાર કેવી રીતે દૂર થાય ? ૦ અવિધા - અજ્ઞાન, જ્ઞાનવડે દૂર થાય, જેમ પ્રકાશ થતાં અંધારું
૫૦ ૪ શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org