________________
જીવોના પ્રાણ લઈ તેમનાં શરીર-શબ દ્વારા સ્પર્ધાદિ સાધનો બને છે. વસ્ત્ર, પાત્ર, અલંકાર, પ્રસાધન, આહાર, પીણાં એમ અનેક ચીજો તમે
જ્યાં જ્યાં નજર નાંખો ત્યાં આ સામગ્રીનો ઢગલો મૃગજળો જોઈ શકો છો. મૃગની મૃગજળ પાછળ દોડવાથી તૃષા વધી જાય છે અને જળનો આભાસ તેને દોડાવે છે. છેવટે જળના અભાવને બદલે આભાસથી તે મરે છે, તેમ તારે માટે છે.
પાપથી કે પરપીડાથી ઉત્પન્ન સાધનો સુખ કેવી રીતે આપે ? પાપને માર્ગે સુખની શોધ તે અવળો અને ખોટનો ધંધો છે. તે આજે નહિ સમજાય અને કાલે પણ નહિ સમજાય. જ્યારે દુઃખદ પરિસ્થિતિ પેદા થશે ત્યારે તું વિવશ થઈને ઉપાય નહિ કરી શકે. એ માર્ગે દોડનારા ક્યારે પણ સાચા સુખની પ્રાપ્તિ કરી નહિ શકે. અને જન્મ વ્યર્થ જશે. વનનાં હરણાં જળના અભાવે મરતાં નથી. પણ જળના આભાસે મૃગજળ પાછળ દોડીને મરે છે.
સુખનો ખરો માર્ગ પરપીડા નથી પરંતુ પરહિતચિંતા છે. હિંસા, ચોરી, પરિગ્રહ, અબ્રહ્મનો લેશમાત્ર પરપીડારૂપ જ છે. અહિંસા, સત્ય, અચૌર્ય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય એ સુખનો માર્ગ છે. આ જન્મે કે કોઈ જન્મે એ સમજ્યા, સ્વીકાર્યા કે શ્રધ્યા વગર છૂટકો નથી. વાસ્તવમાં તે સ્પર્શાદિ ભૌતિક સાધનો જ કેવળ સુખનાં કે દુઃખનાં કારણો નથી પરંતુ તેની પાછળ રહેલા તારા શુભાશુભ મનોભાવ મૂળ કારણ છે. ભૌતિક સાધનના સંયોગમાં સુખ અને વિયોગમાં દુઃખ તે તારી કલ્પના છે. ભ્રમ છે.
સુખદુઃખનું મૂળ કારણ શું છે ? બાહ્ય જગતમાં દોડતો માનવ આ કારણનું સંશોધન કરી નહિ શકે. કારણ કે આ સંશોધનનું મૂળ સ્થાન અંત:કરણ છે, જેની તરફ મોટા વૈજ્ઞાનિકોની પણ દૃષ્ટિ ગઈ નથી. કારણ કે એ સંશોધન લેબોરેટરીનો વિષય નથી. કોઈ યંત્ર પણ કાર્યકારી નથી. ચેતનામાં રહેલું શુદ્ધ જ્ઞાન આનું સંશોધન કરી શકે છે. વળી ચર્મચક્ષુ જેવી સ્કૂલ દષ્ટિ પણ ત્યાં કાર્યરત નથી થતી. સૃષ્ટિમાં પ્રાણીમાત્રના સુખદુ:ખની વિચિત્રતાને જોઈ માનવી ક્ષોભ પામે છે, ત્યારે ક્યારેક તેના નિમિત્તોને સ્વીકારે છે. તે નિમિત્તો જ કર્મનું નામ પામે છે.
પ્રાજ્ઞપુરુષોએ પોતાના શુદ્ધ જ્ઞાનમાં આ કારણોને તાદશ્યપણે જાણ્યાં
ધર્મપરિચય - ધર્મની યથાર્થતા * ૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org