________________
ધર્મથી પૌગલિક-ભૌતિક અભ્યદય (આબાદી) છે. તેમ આધ્યાત્મિક શ્રેય પણ છે. બંનેમાં સુખનું પ્રયોજન છે. તે સુખ બે પ્રકારનાં છે. એક પૌદ્ગલિક ભૌતિક પદાર્થોના સંયોગથી મળતું સુખ અને બીજું પૌગલિક ભૌતિક પદાર્થોના સંયોગ વગર મળતું આત્મિક – આધ્યાત્મિક સુખ.
બંને સુખમાં ધર્મની મુખ્યતા છે. જે ધર્મ પુણ્યલક્ષી છે તે ભૌતિક સુખનું કારણ બને છે. તે પરાધીન હોવાથી અંતવાળો છે. આધ્યાત્મિક સુખ નિર્જરાલક્ષી ધર્મથી છે. તે સ્વાધીન હોવાથી સુખની પૂર્ણતા સુધી લઈ જનારો છે, જેનો અંત નથી. નિઃશ્રેયસનાં સુખો આત્મઆશ્રયી હોવાથી તે નિરુપાધિક છે. ૦ આજે જગતવાસી જીવો કંઈ દિશામાં જઈ રહ્યા છે? ૦
આજનો યુગ વૈજ્ઞાનિક છે. તેણે અનેકવિધ શોધો દ્વારા ભૌતિક સુખની સમૃદ્ધિની વૃદ્ધિ કરી છે. અને માનવ તેનાથી અત્યંત પ્રભાવિત થયો છે. આમ ભૌતિક સુખોની તેના સાધનોની પ્રતિષ્ઠા અમર્યાદપણે વધી ગઈ છે. - ભૌતિક, સુખની ગ્રી કેવળ સ્પર્શ, ગંધ, વર્ણાદિ ઉપર રચાઈ છે. તેની નવીનતા વિવિધતા અને સુંદરતાએ માનવને ગજબનું આકર્ષણ પેદા કર્યું છે. તે એ સર્વ પ્રકારોમાં એવો ખોવાઈ ગયો છે, કે કથંચિત ધર્મને માનવને શોધવો હોય તો કઠણ પડે ! કારણે તે સર્વે સામગ્રીમાં સુખ માનીને ખોવાઈ ગ છે. જેમ ભૂંડને કાદવ એવો પ્રિય છે કે તેને કોઈ દેવ સ્વર્ગમાં લઈ જાય તો ત્યાં તેને સુખ ન ઊપજે. તેમ માનવને ધર્મથી સુખ મળે એમ કોઈ સમજાવે તો પણ તેને તે વાત સમજાય નહિ.
અજ્ઞ માનવને એ ખબર જ નથી કે તેને આ ભૌતિક જગતનાં સુખો કેવી રીતે મળ્યાં ? વળી કોઈને એ સુખો ઈચ્છવા છતાં પણ દૂર રહે છે તેનું શું કારણ ? વળી એ સુખ એવું છેતરામણું છે કે ' તે દુઃખનું ચિતરામણ કરીને જાય છે.
કેવી રીતે? ભૌતિક સુખની સામગ્રી પૌદ્ગલિક પદાર્થોની છે. ભલે વિજ્ઞાને તેને અદ્યતન રૂપ આપ્યું. તે સ્પર્ધાદિયુક્ત સાધન છે. તે સાધનો પાપ કર્યા વગર, પરને પીડા ઉપજ્યા વગર બનતાં કે મળતાં નથી. નાનામોટા
૪૮ ૪ શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org