________________
અખંડ સ્વરૂપનું દર્શન કરાવે છે. મિથ્યા આગ્રહો છૂટી જાય છે. અહિંસા ને અનેકાંત બંને પાંખો વડે મુક્તિયાત્રા સફળતાથી થઈ શકે છે.
વિચારની વિશાળતા, અનેકાંત દષ્ટિ, અહિંસાના પાલનમાં ઉપયોગી છે. વિચારોની વિશાળતા અન્યની દૃષ્ટિમાંથી સત્યના અંશને શોધી લેશે. બીજાના સત્ય વિચારને અસત્ય માનવાનો આગ્રહ રાખવો તે હિંસાનું અંગ છે. માટે અહિંસક થવું જરૂરી છે.
અહિંસા જીવનનું મૂલ્યવાન તત્ત્વ છે તેને આત્મસાત કરવા મૂલ્ય ચૂકવણી જરૂરી છે. વાસ્તવમાં અહિંસા એ જીવનતત્ત્વનું અંગ છે. તેના વડે જ જીવો પરસ્પર સંવાદિતા સાધી શકે છે. અહિંસાનું પાલન પ્રથમ જીવમાં રહેલા મલિન ભાવોને નષ્ટ કરે છે. સૌ પ્રથમ અહિંસા સમતા, સમભાવ, મૈત્રી, તરફ લઈ જાય છે એટલે અહિંસાનું પાલન કરનારે ક્રોધનો નિગ્રહ કરવો જોઈએ જેથી ક્રોધની અન્ય સંતતિ દ્વારા, આક્રોશ, રીસ, દ્વેષ, અપમાન, ઈર્ષા, મત્સર દ્વારા અન્ય જીવોને દુઃખ ન થાય, પીડા ન થાય. અને આક્રોશ આદિ ભાવો દ્વારા જીવના ગુણોનો ઘાત ન થાય. આમ દ્રવ્ય અહિંસા અને ભાવ અહિંસા કેવળ ક્રોધના નિગ્રહથી સરળ બને છે.
જૈન દર્શનની ઉપાસનાના બે અંગો છે વિધિ અને નિષેધ. અહિંસા આચરો તે વિધિ છે. હિંસા ન કરો એ નિષેધ છે. જૈનદર્શનમાં મૈત્રી આદિ ભાવના દ્વારા અહિંસા ધર્મનો પ્રારંભ થાય છે. અહિંસા પાલનથી અણુવ્રત કે મહાવ્રતનો પ્રારંભ થાય છે. સર્વાગી અહિંસા પાલન સિદ્ધત્વમ પ્રગટ થાય છે.
વળી અણુવ્રત કે મહાવ્રતાદિ સંયમના પાલનમાં ઈન્દ્રિય નિગ્રહની આવશ્યકતા છે. તેમાં અહિંસા અભિપ્રેત છે.
તપમાં ઈચ્છા નિરોધની મુખ્યતા છે ત્યાં ભાવ અહિંસાનું મૂલ્ય સ્થાપિત થાય છે. અર્થાત્ :
૦ અહિંસા એ સક્રિય મૈત્રી છે, ૦ સંયમ એ સક્રિય વૈરાગ્ય છે. ૦ તપ એ સક્રિય અનાસક્તિ છે.
અહિંસાધર્મ મૈત્રીભાવનાના પ્રસારથી, પાલનથી અને વિસ્તારથી સક્રિય બને છે. જીવમાત્ર પ્રત્યે પ્રેમ, વાત્સલ્ય, સમભાવ, પરોપકારવૃત્તિ, અનુકંપા દ્વારા સક્રિય થાય છે. આ અહિંસાનું ક્ષેત્ર સર્વ જીવો પ્રત્યે ઉદાર વર્તનથી વિકાસ પામે છે.
૧૯૨ ૪ શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org