________________
સંસારની વ્યવસ્થમાં શુભ મળો અશુભ મળો, ઈષ્ટ મળો અનિષ્ટ મળો, સુખ મળો કે દુ: મળો, પરંતુ સંયમીને તેમાં હર્ષ શોક નથી. કારણ કે તે વૈરાગ્યથી વાસિત થયેલો છે. માન-અપમાન, શત્રુતા કે મિત્ર સર્વત્ર તેને સમતા છે. સંયમીને વૈરાગ્ય આત્મસાત્ છે. તેની દૃષ્ટિમાં આત્મૌપમ્ય હોય છે.
બાહ્ય કે અત્યંતર તપનું અંતરંગ કાર્ય જીવને અનાસક્ત ભાવમાં સ્થાપિત કરવાનું છે. સંસારના વૈયિક પદાર્થો પ્રત્યે તે અનાસક્ત છે. તેથી એ સાધક ઔચિત્ય પૂર્ણપણે પામે છે.
૦ સમાપત્તિ ૦
આથી જીવ માત્ર પ્રત્યે અદ્વેષ, પ્રેમનો સદ્ભાવ તે અહિંસા છે, અને સર્વ જીવો પ્રત્યે ચૈતન્યમૂલક અભેદનું અનુસંધાન એ સમાપત્તિ ઐક્ય છે.
અંતરંગ શુદ્ધ પરિણતિ છે તે ધ્યાનજન્ય સ્પર્શના છે. મૈત્રી આદિ વડે ધર્મ ધ્યાનમાં પ્રવેશનું પરિણામ છે. સમાપત્તિ અભેદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર છે. અનંત દર્શન અનંત જ્ઞાન, અનંત ચારિત્રમય પરમાત્મ સ્વરૂપની સાથે શુદ્ધ સ્વરૂપની અત્યંત સમાનતા તે જ સમાપત્તિ છે. પરમાત્મ સ્વરૂપ તે જ હું છું એવું શ્રદ્ધાબળ જ્યારે અભેદપણે વર્તે છે તે સમાપત્તિ છે. પ્રેમ અને પરમાત્મા અભિન્ન છે. તે જ અહિંસાની વાસ્તવિકતા છે.
આવી સમાપત્તિના પાત્ર યોગી છે. તેથી સમાપત્તિ એવા યોગીઓની જનેતા છે, અર્થાત્ મોક્ષને પ્રગટ કરનાર જનેતા છે. અહિંસા સાક્ષાત પરમ ધર્મ હોવાથી પરમાત્મ સ્વરૂપ છે. પ્રેમ એ સર્વ હિત ચિંતારૂપ વાત્સલ્ય હોવાથી પરમાત્મ સ્વરૂપ છે. આમ અહિંસા ધ્યાન મૂલક છે.
તપ, સંયમ, વીતરાગ આદિ સર્વ ગુણો રૂપ તત્ત્વ તે જ હું છું. સ્વાત્મા પરમાત્માનું અભેદ દર્શન થવું તે તાત્ત્વિક પ્રતિષ્ઠા છે.
અહિંસા શબ્દની કાયા અને પ્રેમ શબ્દની છાયા બંનેનું ઐક્ય છે. જ્યાં કાયા છે ત્યાં તેની છાયા છે. પ્રેમનું આચરણ જ અહિંસા છે. જેમ પ્રાણ વિનાનું ખોળિયું નિઃસાર છે. તેમ અહિંસા રહિત પ્રેમ નિઃસાર છે. પ્રેમએ સર્જન સ્રોત. છે, વેર એ વિધ્વંસ પરિણામ છે. તેમ અહિંસા સર્જનનો સ્રોત છે. હિંસા એ વિધ્વંસ પરિણામ છે.
હિંસાનું ક્ષેત્ર વિસ્તાર પામે તો તે વિશ્વના સમગ્ર ચૈતન્ય સાથે સંબંધ ધરાવે છે. તેથી હિંસા ન કરવી, કોઈને હણવા નહિ તેટલી
Jain Education International
અહિંસા પરમો ધર્મ × ૧૬૩
For Private & Personal Use Only
www.jainelibrary.org