________________
અહિંસામાં સમભાવ, પ્રેમ અને નિર્મળતા રહેલી છે. અનેકાંત ધર્મમાં યથાર્થ અને વિશાળ દૃષ્ટિનાં દર્શન થાય છે. દરેક દર્શનના સત્યાંશને ગ્રહણ કરનારી દૃષ્ટિ છે. વિરુદ્ધ ધર્મવાળા પદાર્થમાં સમન્વયકારી
અનાસક્તયોગ વડે ગમે તેવા ભોગની સામગ્રીમાં પણ સાધક તૃષ્ણાથી દૂષિત થતો નથી.
આ અણમોલ વારસો માત્ર શાબ્દિક કે વૈચારિક નથી, પરંતુ આચરણ તેનું મુખ્ય અંગ છે.
અનેકાંત દષ્ટિ : અનેક પ્રમાણિત દષ્ટિઓનો સમુચ્ચય. તેમાં મુખ્ય બે દૃષ્ટિથી વિચારીએ તો વ્યવહાર દૃષ્ટિ અને નિશ્ચય દષ્ટિ છે.
વ્યવહાર દૃષ્ટિ : સ્કૂલ અનુભવ પર અવલંબે છે. પદાર્થની બાહ્ય અવસ્થાને જાણે છે. વિશેષ જ્ઞાનને ગ્રહણ કરે છે. તેથી પદાર્થને વિવિધ રૂપે જાણી શકાય છે, જેમ કે આંબાનું વૃક્ષ તેની બાહ્ય અવસ્થાથી ઓળખાય છે. ડાળાં પાંદડાં ફળ તે તેની વિશેષતા છે, તેના વડે વૃક્ષની જાતનો નિર્ણય થાય છે.
વ્યવહારદષ્ટિ પદાર્થમાં ઘણા અંગોનો સમાવેશ કરે છે. જેમકે આત્મા સત્તાથી શુદ્ધ છતાં કર્મથી બંધાયેલો છે. વળી સાધનામાં સાધ્ય ને સાધનનો ભેદ છે. જેમકે મોક્ષ સાધ્ય છે. અને મોક્ષનાં સાધનો સમ્યક્ દર્શનાદિ છે, તેથી પ્રથમ દૃષ્ટિથી સાધનામાર્ગમાં સરળતા રહે છે. પરિણામે તે નિશ્ચયમાં લઈ જનારી છે.
નિશ્ચય દૃષ્ટિ સૂક્ષ્મ અનુભવના આધાર પર ઘડાયેલી છે. વસ્તુના મૂળ સ્વરૂપને અવલંબે છે. સાધ્ય અને સાધનની એક્તા છે. સાધ્ય મોક્ષ છે. છતાં આત્મા સ્વયં મોક્ષ સ્વરૂપ હોવાથી આત્મા જ સાધન છે, આવી નિશ્ચય દૃષ્ટિના અધિકારી અસંગપણાને પ્રાપ્ત મુનિજનો હોય છે.
નિશ્ચય દૃષ્ટિને ધ્યાનમાં રાખીને, લક્ષ બનાવીને જે યથાર્થ વ્યવહાર દૃષ્ટિને આરાધે છે તેનો ક્રમિક વિકાસ અવશ્ય થાય છે. એવું ગૂઢ રહસ્ય સમજાય તો સ્થિરતા ટકે છે. શ્રદ્ધા પુષ્ટ થાય છે આથી વ્યવહારદષ્ટિ આરાધકને નિશ્ચયનું લક્ષ અવશ્ય હોવું જોઈએ. કારણ કે સાધનાકાળના પ્રારંભમાં કે અંતમાં લક્ષ તો એક જ છે. પ્રારંભમાં મોક્ષની પ્રાપ્તિની અભિલાષા છે અને અંતમાં તેનું પ્રાગટ્ય કે પરિણમન છે. લક્ષ અને પરિણામમાં વિપરીતતા નથી. સાધ્ય અને સાધનની એકતા નિશ્ચય બતાવે છે. આમ અનેક દૃષ્ટિયુક્ત અનેકાંતષ્ટિ વસ્તુતત્ત્વના
અહિંસા પરમો ધર્મ + ૧૬૧
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org