________________
તે માટે તત્ત્વની અપૂર્વ શ્રદ્ધાને સમ્યગ્ગદર્શન કહ્યું છે. બાહ્ય પ્રકારના ઔપચારિક અનુષ્ઠાનો કે રુચિ કથંચિત વ્યવહાર સમકિત સુધી લઈ જાય પણ જો નિશ્ચય સમકિતનું કારણ ન બને તો તે વ્યવહાર સમકિત પણ જીવને હિતકર નથી.
નિશ્ચય સમકિતની પ્રાપ્તિ જીવના પ્રબળ પુરુષાર્થથી થાય છે, તે પહેલાં દેવાદિનું શ્રદ્ધાન વગેરે હોય છે પરંતુ આત્મતત્ત્વ રુચિની મુખ્યતા વગર એવો પુરુષાર્થ ઊપડતો નથી કે જે નિશ્ચય સમકિતપણે પ્રગટ થાય.
જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ છતાં મિથ્યાત્વ સહિત હોવાથી તે સમ્યગદર્શનને ઉપકારી નથી. આ ગુણને આવરનારું કારણ દર્શનમોહનીય કર્મની તીવ્રતા છે. ત્યાં સુધી નવ પૂર્વનું જ્ઞાન કે ક્રોડ પૂર્વનું ચારિત્ર પણ મિથ્યાદર્શન-જ્ઞાન રૂપ મહર્ષિઓએ કહ્યું છે માટે સમગ્ર શક્તિ વડે સર્વ અનુષ્ઠાનના ભાવને એ દિશામાં લઈ જઈ પુષ્કળ પુરુષાર્થ વડે સમ્યગુદર્શન પ્રાપ્ત કરવું.
સમ્યગુદૃષ્ટિ આત્માને શુદ્ધ નિજાત્મા જ આરાધ્ય છે, પૂર્ણ સુખ-આનંદના વેદનથી ભરપૂર સ્વભાવ જેને રુચ્યો તેને જગતના કોઈ પદાર્થો રુચે નહિ. આવા સ્વભાવ સુખનો નિર્ણય અને સંવેદન તે સમ્યકત્વ છે.
શુદ્ધાત્માનું જ્ઞાની પાસે શ્રવણ કરવું. મનન કરવું અને નિદિધ્યાસન વડે સંવેદન કરવું તે સમ્યકત્વનું અનુષ્ઠાન છે. નિશ્ચયનયના વિષયભૂત શુદ્ધાત્માને ભૂલવો તે મહામોહજન્ય મૂઢ દશા છે. વ્યવહારનયના આશ્રયે અશુદ્ધાત્માને એકાંતે સત્ય માનવો તે અજ્ઞાનતા છે.
અંતરમુખ થઈ ઉપયોગને સ્વભાવનો આશ્રય કરાવવો, પરપદાર્થનો આશ્રય છોડવો તે શુદ્ધોપયોગ ક્રિયાત્મક છે. તેના નિમિત્તે પ્રગટ થતું સમ્યગદર્શન શુદ્ધ પરિણતિ – અવસ્થા છે. શુદ્ધોપયોગ સાધના છે શુદ્ધ પરિણતિ સાધ્ય છે માટે શુદ્ધાત્માનો દ્રવ્ય, ગુણ, પર્યાયથી નિર્ણય કરી તેમાં જ સ્થિર થવું તે મોહક્ષયનો ઉપાય છે. એવા શુદ્ધાત્માનો બોધ અને પરિણમન કરાવે તે જ્ઞાન છે.
વીતરાગ ભગવાનનાં દર્શન કરવાં એટલે તેમના જ્ઞાનમય આત્માનાં દર્શન કરવાં. અરિહંતનું આવું દર્શન આત્માનું સહજ દર્શન બને છે.
સ્વાભાવિક અહિંસા, તપ, સંયમ શુદ્ધ આત્મદ્રવ્યની જ અવસ્થાઓ છે. આત્મા સ્વભાવથી જ જ્ઞાનગુણથી ભરપૂર છે. તેથી તે નિરંતર
શ્રુતમઃ અખિલ સર્વ લોકેક સાર” x ૧૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org