________________
તીવ્ર રસથી પાપ ન કરે તો સમ્યગૃષ્ટિ આત્મા પણ તેનો ગુણ પ્રમોદ કરે છે. પાપ તીવ્ર ભાવે ન કરે એટલે શું ? પાપબુદ્ધિથી પાપ ન કરે. સંસારસુખ ભોગવે છતાં આસક્ત નહિ. એનો અંતરંગ આદર તો મુક્તિ પ્રત્યે છે એથી તે ભવમુક્તિના આરાધકો પ્રત્યે અત્યંત પ્રમોદ રાખે છે એ પાપપંકમાં ઊભો છતાં તેનું મુખ સમતિ સન્મુખ છે. સંસારમાં આસક્ત નથી પણ સંતુષ્ટ છે.
જેના હૃદયમાં સમ્યગદર્શનનો નિવાસ છે, તે મહાત્માઓના હૃદયમાં મુક્તિના સાધકોનું અપૂર્વ સ્થાન છે અને આ જ સાધકોનો સ્વયં મહિમા છે. સર્વાત્મમાં સમદષ્ટિ એ સમકિતનું ઝળકતું મૂલ્ય છે. સમકિતવંત આત્માને અન્ય જીવો આ તત્ત્વ પામે તેઓ પ્રમોદ છે.
પરમાર્થપંથીનો નાનો સરખો ગુણ પણ તેમને સંતોષ આપે છે. કારણ કે તે ગુણો દ્વારા તેઓ સાધકો સાથે આત્મીયતા માણે છે.
પાપબુદ્ધિ કે પાપની તીવ્રતા ઘટે છે, તેમ તેમ ઉત્તમ પુણ્યની વૃદ્ધિ થાય છે. પાપના પ્રક્ષાલનથી જીવમાં નિર્ભયતા પેદા થાય છે. અહિંસાના પાલન વડે અન્ય જીવરાશિમાં આત્મવત્ ભાવ થાય છે. સત્યના પાલન વડે સૌમ્યતા આવે છે. અચૌર્યના પાલન વડે સંતોષ જન્મે છે. બ્રહ્મચર્યના પાલનથી સાધક સંયમી બને છે, પરિગ્રહની મૂચ્છના ત્યાગથી મહાપાપથી નિવૃત્ત થાય છે.
આમ પાપ પલાયન થતાં પુણ્ય અર્થાત્ સાત્ત્વિકતા વડે ભાવશુદ્ધિને સાધ્ય કરી સમ્યગદર્શનને પ્રગટ કરે છે. જેને આ દર્શનની પ્રાપ્તિ નથી થઈ તે અનંત દુઃખનું ભાજન છે. સમ્યગદર્શન વગરનું જ્ઞાન પણ અજ્ઞાન છે તે પણ મહાદુઃખનું કારણ છે.
સમ્યગદર્શન થતાં જ્ઞાન સ્વયં સમ્યજ્ઞાન બને છે. તે જ્ઞાન વડે કેવળજ્ઞાન સુધીની યાત્રા નિર્વિને થઈ જીવ શિવત્વ પામે છે.
દુષ્કૃત્યની ગર્તાથી પાપ ક્ષીણ થાય છે. સુકૃતની અનુમોદનાથી ઉત્તમ પુણ્યનો સંગ્રહ થાય છે. જે સમ્યગદર્શનની પ્રાપ્તિમાં કારણ બને છે. તમે સુકૃતનું હાર્દિક અનુમોદન કરો, વિશ્વનાં તમામ સુકૃત્યોમાં તમારો ભાવ ભાગીદાર બને છે.
સમ્યગ્દષ્ટિ એટલે તત્ત્વગ્રાહી-સારગ્રાહી દૃષ્ટિ. સમ્યગૃષ્ટિ દરેક પ્રસંગે, દરેક નિમિત્તે આત્મહિતકર તત્ત્વને શોધી લેવાની વિચક્ષણતા – કુશળતાવાળો હોય છે. કારણ કે તેને તત્ત્વનું યથાર્થદર્શન છે. તે યથાર્થદર્શન મોહનું મારણ ભવનું તારણ, અને વિભાવનું મારણ છે.
૧૧૨ : શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org