________________
તે સંસારને ક્ષીણ કરે છે.
જ્ઞાન એને કહે છે કે રાગદ્વેષ સમયે હાજર રહી રાગદ્વેષ થવા ન દે, એવી પ્રતીતિ વર્તે. માટે શ્રુતજ્ઞાનના સ્વાવલંબનથી જ્ઞાન સ્વભાવ આત્માનો નિર્ણય કરવો. પછી પરપદાર્થરૂપ ઇન્દ્રિયો, મન તેના દ્વારા થતી વૃત્તિ અને પ્રવૃત્તિને મર્યાદામાં લાવવી. મતિજ્ઞાનના ઉપયોગને આત્મસન્મુખ કરવો. વચમાં ઊઠતા વિકલ્પોમાં ઉપયોગને ભેળવવો નહિ. તેમ વિકલ્પ રહિત થતાં આત્મા અનુભવાય. શ્રદ્ધાય તે સમ્યજ્ઞાન – સમ્યગદર્શન છે. | સર્વ પરપદાર્થોથી આત્મા જુદો છે તેવું શ્રુતજ્ઞાન વડે જાણીને વારંવાર તેનું ચિંતન કરવું. પરદ્રવ્યની રુચિ ટળે જ્ઞાનસ્વરૂપમાં રુચિ થાય ત્યારે પુરુષાર્થ ઊપડે છે. સ્વરૂપ પ્રાપ્તિની ઝંખના થાય. તીવ્ર જિજ્ઞાસા પ્રગટે એનો મહિમા આવે સ્વરૂપ પ્રાપ્તિનો નિર્ણય થાય.
o સમ્યગુ દર્શન ૦ રત્નત્રયમાં પ્રથમ સ્થાને, નવપદમાં છઠ્ઠા સ્થાને સમ્યગદર્શન છે. અર્થાત વસ્તુનું યથાર્થ દર્શન. વિશ્વમાં મૂળ ઉપાદેય વસ્તુ એક જ છે આત્મા.” જેનું દર્શન સમ્યફ નથી તે આત્મા હર પળે કર્મબંધથી બંધાતો જાય છે. ભવભ્રમણને આડે બંધ સમ્યગદર્શન વડે થાય છે. ભવભ્રમણનો બંધ મિથ્યા દર્શનથી થાય છે.
મનુષ્યનાં સઘળાં અંગ સાજાં હોય પણ જો તે ચક્ષુહીન હોય તો તેનું જીવન દુઃખમય છે, તેમ સમ્યગદર્શનરહિત આત્મા અનંત દુ:ખનું ભાજન બને છે. દર્શનરહિત જીવનનો અંધાપો જીવને મોહગ્રસિત બનાવે છે, તેથી તે જીનવાણીથી અને જીવતત્ત્વથી દૂર રહે છે. સમ્યગુદર્શનનો મહિમા ભવના છેદ કરવાના સામર્થ્યનો છે. મિથ્યાદર્શનના પરિચયે જીવ અનાદિકાળથી રખડ્યો. તે મિથ્યાદર્શન તથારૂપ સ્વરૂપ પ્રતીતિ થતાં સમયમાત્રમાં જાત્યાંતર થઈ સમ્યગુદર્શન રૂપે પ્રગટ થયું તેને નમસ્કાર હો.
તે નમસ્કારમાં અવિરતિ સમ્યગૃષ્ટિ, દેશવિરતિ સમ્યગૃષ્ટિ અને સર્વવિરતિ તથા અરિહંત સિદ્ધ સર્વને નમસ્કાર થઈ જાય છે. કારણ કે તે સર્વ ભૂમિકાએ સમ્યગદર્શનથી માંડીને કેવળદર્શન સુધીનો મહિમા . આવી જાય છે.
તમે જૈનદર્શનની ઉદારતા તો જુઓ ! પાપ કરનાર પાપી જો
કૃતમઃ અખિલ સર્વ લોકેક સાર” x ૧૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org