________________
જ્ઞાનાનંદ ચિદાનંદનો અનુભવ કરે છે.
જ્ઞાન સ્વયે સ્વસંવેદનથી પ્રસિદ્ધ છે. અજ્ઞાની પર સાથે જ્ઞાનની એકતા કરે તો તેમાં આત્મપ્રસિદ્ધિ થતી નથી. માટે જ્ઞાન-ઉપયોગને સ્વસમ્મુખ કરી આત્માને જાણવો. આત્માને લક્ષ્ય બનાવીને આરાધન કરવું. જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરે છે તે આત્મા અનંત ગુણયુક્ત છે એ જ્ઞાન પરને જાણે ત્યારે પણ જ્ઞાન આત્મા સાથે એકરૂપ છે. પરને જાણે પણ પરરૂપ થાય નહિ એ જ્ઞાન જ્યારે અભેદ આત્માનું લક્ષ્ય કરી એમાં જ ઉપયોગને જોડશે ત્યારે તે અભેદરૂપ થશે. વ્યવહારથી ભેદ ભલે હો. પરંતુ લક્ષણ અને લક્ષ્ય એક રૂ૫ થતો અભેદસ્વરૂપ આત્મા અનુભવમાં આવે છે.
૦ અધ્યાત્મ અને સ્વ-પરહિત ૦ અધ્યાત્મ એટલે આત્મહિતની સાધના. એનો અર્થ એટલો કે એવો સંકુચિત નથી કે જે સ્વાર્થમાં લઈ જાય. વાસ્તવમાં “હિત” શબ્દ ખૂબ વિશાળ, વ્યાપક અને વિકાસશીલ છે. જેમાં મારું હિત કે તારું હિત, મારા તારાના ભેદોની કલ્પિત સત્તા ત્યાં છે નહિ. આંતરિક વિચારોની શુદ્ધિ આત્મ શક્તિમાં સંકલિત થાય છે, ત્યારે જીવન સત્યથી પ્રકાશિત બને છે, ત્યાં મારાતારાના કલ્પનાજનિત ભેદ ક્યાંથી હોય ?
હિતનો અર્થ છે વિકાસ કે આત્મશક્તિના પુરુષાર્થનો સાચો ઉપયોગ, તેમાં નિમિત્ત છે જગતના અન્ય જીવો. કારણ કે માનવજીવનમાં સ્કૂલ કે સૂક્ષ્મપણે અન્ય જીવોની સહકારિતા રહેલી છે. તે પ્રત્યેનો કૃતજ્ઞતાનો ભાવ જે વિવેક પેદા કરે છે તે વિકાસ છે.
સ્વ-પરનું હિત એ ઢાલની બે બાજુ જેવા છે, તે અન્યોન્ય નિરપેક્ષ નથી. ઉપાદન-શક્તિને કેળવવામાં પણ ઉત્તમ મહાત્મા, પરમાત્મા આદિનો કેટલો સહકાર છે. અન્ય જીવોના કે મહાપુરુષોના ઉપકારનો બદલો આપણે કેવી રીતે વાળશું ? જગતના જીવો દુઃખમુક્ત કેમ બને ? પરમોન્નતિ કેમ સાધે ? તેવા સર્વોત્તમ ભાવ વડે જીવનને આગળ વધારવું. તે માટે સ્વને બદલે સર્વેને કેન્દ્રમાં રાખવાનું ગુરુગમથી જાણી લેવું.
આરાધકે આરાધનાની વાસ્તવિકતા માટે મોહનો ક્ષયોપશમ પ્રથમ કરવો જરૂરી છે. અહમ – (હું) મમત્વ (મારું)ની પકડ જેમ છૂટે તેમ કર્મનું જોર ખૂટે, ત્યારે આરાધના લક્ષ્યાંકનું ફળ બને. લુહારના હથોડા
૧૧૪ * શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org