________________
કે સાધન વડે કાપડ ન સિવાય તેમ પૌગલિક સંસ્કાર વડે કર્મના સમૂહને દૂર ન કરાય.
આરાધના સમયે વૃત્તિમાં ઊઠતા વિકારોના સૈન્યને દૂર કરવાનું લક્ષ્ય ન થાય તો અનાદિનો એ સંસ્કાર પ્રબળ બની અંતરાય ઊભો કરશે માટે અંતરંગ શક્તિનું વહેણ બદલવા પંચપરમેષ્ઠિનું શરણ સ્વીકારવું. કારણ કે તે નિરંતર વહેતું અબાધિત પ્રેરક તત્ત્વ છે.
આત્મકલ્યાણ એ સ્વાર્થજનિત તત્ત્વ નથી. “આપણે માટે આત્મ કલ્યાણ જરૂરી છે, પરકલ્યાણ થાય તો કરો” આવી વિચારણાએ એવું વલણ પેદા કર્યું કે પરહિતચિંતા જે માનવજીવનની ઉત્તમતાનું લક્ષ્ય હતું, તીર્થકર જેવા પદનું દ્યોતક હતું, તે વિસરાઈ ગયું. આત્મકલ્યાણમાં ચિત્ત શુદ્ધિની દૃષ્ટિએ લોકસંપર્કથી દૂર રહેવું તે સાપેક્ષ વિચરાણા છે. તેનો અર્થ એ ન હતો કે પરહિતચિંતા એ પરપંચાત હોઈ આત્મકલ્યાણને ઘાતક છે.
વાસ્તવમાં આપણું કલ્યાણ અને અન્યનું કલ્યાણ જુદું નથી. બરણીમાં ભરેલા ગોળ કે ડબ્બામાં ભરેલા ગોળના ગળપણમાં તફાવત નથી. પરહિતચિંતા રહિત આરાધના ““આત્મવત્ સર્વ ભૂતેષુ''ના ઉચ્ચતમ આરાધક ભાવથી લોકોને વંચિત કરવાનું દુઃસાહસ છે.
આત્મકલ્યાણ અને પરકલ્યાણ પ્રાથમિક ભૂમિકાના જીવો માટે પોતાની ભાવશુદ્ધિ માટે સાપેક્ષ છે. સ્વ-પર કલ્યાણમાં ભેદ નથી. ભેદબુદ્ધિ કે ભેદજ્ઞાન પોતાના દેહાદિનું મમત્વ દૂર કરવા માટે છે. આત્મભાવના વિકાસ માટે સંપૂર્ણ જીવતત્ત્વને લક્ષ્યમાં રાખી અભેદતા કેળવવાની છે.
એકાંગી ભેદજ્ઞાન એ મિથ્યાજ્ઞાન છે, તેવા સ્થૂલબુદ્ધિમાનોએ પરમાત્મ તત્ત્વના માહાભ્યને ગૌણ કર્યું. “પરમાત્મા નિરંજન છે, તે આપણું કંઈ ભલુ કરતા નથી.” તેવો ભ્રમ પેદા થયો, ભલે તેઓ કર્તાભાવથી મુક્ત છે. પરંતુ તેમનું અસ્તિત્વ જ ઉચ્ચતમ શક્તિયુક્ત છે કે તેઓ કંઈ કરે નહિ તો પણ તેમના સ્મરણમાત્રથી જીવની શક્તિઓને વિકસવાની સહાય મળે. સાચા અર્થમાં તેઓના પૂર્ણ શુદ્ધ થયા પછી જ સતધર્મનો પ્રસાર થાય છે. બંધાયેલો અન્યને કેવી રીતે મુક્ત કરી શકે ? પરમાત્માનું અસ્તિત્વ તમારી ભાવનાને પ્રેરક છે. તેમના સ્મરણ અને આજ્ઞાપાલન વડે તેનું અસ્તિત્વ સ્વરૂપ લક્ષે તમારા સંવેદનમાં આવે છે.
“શ્રુતમઃ અખિલ સર્વ લોકેક સારમુ” * ૧૧૫ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org