________________
૦ અધ્યાત્મ અને ધ્યાન ૦. અધ્યાત્મ જીવનમાં ધ્યાનની શક્તિ અગત્યની છે. વાસ્તવિક નિર્જરા ધર્મધ્યાનાદિથી થાય છે. અધર્મ કે અશુભધ્યાન વડે સંસારનું સાતત્ય પ્રબળ બને છે.
ધર્મ ધ્યાનાદિ વડે સંસારનો નિસાર છે, હવે કેવળ મન કે ચિત્તને જ ધ્યાનનું મુખ્ય કારણ માનીએ તો સંસારના પ્રાણીમાત્રને ચિંતન કરવા માટે મન નથી. મન કેવળ સંજ્ઞી પંચેન્દ્રિયને હોય છે તો પછી એકેન્દ્રિયાદિ જીવોનો સંસાર કોના આધાર પર હોઈ શકે ? તેનું કારણ આર્તધ્યાન હોય તો કયા મન વડે તે આર્તધ્યાન કરી શકે ? આવા પ્રકારનો સૂક્ષ્મ અભ્યાસ ન હોવાથી ધ્યાનને કેવળ ચિત્તનો, ચિત્તશુદ્ધિનો, ચિત્તની એકાગ્રતાને શુભધ્યાનનું સ્વરૂપ માની, કેવળ ચિત્ત ઉપર જ ભાર મૂક્યો, પરંતુ ચિત્તશુદ્ધિ માટે બીજા આચારો જોઈએ તેની ઉપેક્ષા થઈ. એવું ધ્યાન કથંચિત થોડી એકાગ્રતા લાવે પરંતુ ધ્યાનરૂપ બની કર્મક્ષયનું કારણ ન બને.
ધ્યાન : આત્મશક્તિના જ્ઞાનાદિ પ્રવાહને બહિર્મુખ થતો અટકાવી અંતર્મુખ બનાવે છે. તેનું કોઈ પણ સાધન બહિર્મુખ ન બને તેવી સજાગતા તે ધ્યાનની આરાધના થઈ.
અગ્નિના સંયોગે પાત્રમાં ઊકળતા પાણીના પ્રદેશો ઉપરનીચે થયા કરે છે તેમ આત્મદ્રવ્યના અસંખ્ય પ્રદેશોમાં મન, વચન, કાયાની યોગજન્ય પ્રવૃત્તિથી પ્રતિ સમયે સ્પંદન થાય છે, આવું અવિરત સ્પંદન તે ચંચળતા છે. તેનાથી કાર્મણવર્ગણાના પુદ્ગલો, આત્મામાં રાગાદિ પરિણતિના આધારે આકર્ષાઈને આત્મપ્રદેશોમાં સ્થાન લઈ લે છે. પ્રકૃતિરૂપે સ્વયં પરિણમે છે પરંતુ આત્મ પ્રદેશો અને કર્મ પરમાણુ એક ક્ષેત્રે હોવાથી આત્માને તે પ્રકૃતિઓનું આવરણ થાય છે.
આત્મદ્રવ્ય નિત્ય અખંડ અને ધ્રુવ છે. જો તેના પ્રદેશોમાં ચંચળતા ન હોત તો કાર્મણવર્ગણાને પેસવાની જગા ન મળત, તો આત્મા કર્મથી લેપાઈ ન જાત, જેમ લોખંડનો ગોળો ઘન છે. પરંતુ સ્થિર પડ્યો છે તેમાં અગ્નિનો પ્રવેશ થતાં ટિપાઈને તેના ઘાટ ઘડાય છે, તેમ આત્મપ્રદેશો ઘન અને સ્થિર હોવા છતાં યોગજન્ય પ્રવૃત્તિથી સ્પંદન પામીને ચંચળતાના દોષથી કામણવર્ગણાને ગ્રહણ કરી છે.
આત્માની શક્તિ મન, વચન, કાયા દ્વારા બહિર્મુખ થાય છે.
ન બધાનની
માં ઉક
૧૧૬ ૪ શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org