________________
રાગાદિના અશુભધ્યાને સંસાર ઊભો થાય છે. ચંચળતાની તીવ્રતાને કારણે કર્મોના પુદ્ગલો આત્મપ્રદેશો સાથે વધુ ને વધુ પ્રવેશ પામે છે.
આત્માની યોગજન્ય બહિર્મુખી ચંચળતા તે અશુભ ધ્યાન, તે ચંચળતા ઘટે તેમ તેમ આત્મા અશુભ ધ્યાનથી દૂર થઈ શુભધ્યાનમાં આવે.
મન, વચન, કાયાના ત્રણે યોગને સ્થિર કરવામાં આવે ત્યારે આત્મપ્રદેશો અપેક્ષાએ સ્થિર થાય, તો અશુભ ધ્યાન નષ્ટ થાય, પણ આ સ્થિતિ તો ચૌદમાં ગુણસ્થાનકની છે પરંતુ જીવ જ્યારે અધ્યાત્મ સન્મુખ થાય છે ત્યારથી સ્થિરતાનો આંશિક પ્રારંભ થાય છે.
જે ભૂમિકાએ યોગજન્ય પ્રવૃત્તિની સર્વથા નિગ્રહની ભૂમિકા ન હોય, ત્યારે આત્મશક્તિને અશુભ પ્રત્યે જતી અટકાવવા યોગોની પ્રવૃત્તિને શુભ માર્ગે વાળવી.
કદાચ જ્ઞાનના ક્ષયોપશમના આધારે ચિંતનશક્તિ વિકસી હોય તો પણ મનની વાસનાઓ ઊઠે ત્યારે ચિંતન જ કેવળ તેને રોકી નહિ શકે માટે ચિંતન સાથે કાયા અને વચનને સંયમાદિ દ્વારા કેળવ્યાં હોય તો મનને વશમાં કરી શકાય.
યોગજન્ય પ્રવૃત્તિમાં વધુ પ્રબળતા મનની છે. છતાં તે મન કાયાના અધ્યાસ જેટલું જૂનું નથી. કાયાનો અધ્યાસ કે મમત્વ ન છૂટે ત્યાં સુધી મનથી કરેલા ચિંતન આદિ ક્યાં સુધી ટકશે ? ક્વચિત પંચેન્દ્રિય યુક્ત કાયામાં મળતા આ મન સાથે આટલો બધો સંઘર્ષ શા માટે ! સાથે સાથે કાયાનો સંયમ કેળવવો તે શુભધ્યાનની પ્રાથમિક ભૂમિકા
કપડાનો મેલ કાઢવો છે, તો પ્રથમ તેને ભીનું કરવું પડે છે. ત્યાર પછી સાબુના પરમાણુઓ તેમાં એકમેક થાય છે, શુદ્ધ સાબુ અને અશદ્ધ કપડું બંને પ્રારંભમાં મિશ્ર થાય છે. ત્યાર પછી સાબુના પરમાણુઓ કપડાના મેલને છૂટો પાડી દે છે, ત્યાર પછી સાબુ પણ તે લિન થયો હોય છે, તે વળી પાણી વડે કાઢી નાંખવાથી કપડું સ્વચ્છ થાય છે.
તે પ્રમાણે મલિન મનને પ્રથમ નવકાર જેવા અવલંબનમાં જોડવું પડે છે. તે પહેલાં મનને ભક્તિ જેવા સાધન વડે ભીનું કરવું પડે છે, ત્યાર પછી નવકારનો ભાવ તેમાં ભળે છે. નવકારનો ભાવ ભળવાથી મનની મલિનતા દૂર થાય છે. એ મલિનતા દૂર થવાથી
“શ્રતમ: અખિલ સર્વ લોકૈક સાર” x ૧૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org