________________
નવકારનું તક્ષણ કાર્ય પૂરું થવાથી મન આત્મભાવમાં લય પામે છે. સાધનાનો આ ક્રમ સેવ્યા વગર, કે તે તે પ્રકારોને સુજ્ઞ જનોના ઉપદેશથી જેટલા વેગથી જીવ છોડી દે છે, તે વળી જ્યારે સમજ પેદા થાય છે, ત્યારે વધુ પુરુષાર્થથી તે માર્ગમાં પુનઃ આવવું પડે છે.
પ્રાથમિક ભૂમિકાના આ અનુષ્ઠાનોનો ભક્તિ આદિનો ત્યાગ કરવાથી, તેનો અપલાપ કરવાથી કે ““પૂર્વે એવા નિમિત્તો મળ્યા હતા છતાં કંઈ કામ થયું નહિ માટે હવે પોતાનો આત્મા પરમાત્મા, પોતાનો આત્મા જ ગુરુ, અન્યના નિમિત્તની જરૂર નથી.” એવું કહેનારાને હજી આત્મા પરમાત્મારૂપે પ્રગટ અનુભવમાં આવતો નથી. જે સપ્તમ ગુણસ્થાનકે નિશ્ચયથી ઉપાદાનની પરિણતિ કાર્યસાધક છે. ત્યાં નિમિત્ત માત્ર હાજર હોય છે. પરંતુ તમારે તે પહેલાના ગુણસ્થાનકે પ્રશસ્ત નિમિત્તની જરૂર નથી, એવી વાતો અજ્ઞાનની વૃદ્ધિ કરનારી છે.
ઉપાદાન અને નિમિત્ત બંને પોતપોતાના સ્થાને મહત્ત્વના છે. પ્રાથમિક ભૂમિકાએ નિમિત્તનું માહભ્ય હોવું જોઈએ. ઉપાદાનના કાર્યરૂપ પરિણતિની કાર્યશીલતાનું ઘડતર તે વખતે પ્રશસ્ત નિમિત્તથી થાય છે, માટે તે ભૂમિકાએ નિમિત્તથી પ્રધાનતા માનવી યથાર્થ છે. સાતમા ગુણસ્થાનક કે આગળની ભૂમિકાએ નિમિત્ત દ્વારા ઉપાદાનમાં કાર્યશીલતારૂપ પરિણતિની પરિપક્વતા થયેલી હોઈ ઉપાદાનનું મહત્ત્વ માનવું.
જીવમાત્રના કે પદાર્થના ઉપાદાનમાં શક્તિ તો રહેલી છે, માટી તળાવ ઉપર પડી છે, પરંતુ કાર્યસિદ્ધિ થતી નથી. તે સમયના નિમિત્તથી કાર્યશીલતા પ્રગટ થાય છે. આરાધનાનો માર્ગ પણ તેમ છે. સ્વઃ ઉપાદાનનું કાર્ય દેખાય છે, તે ઘડો તૈયાર થયા પછીની હકીકત છે, ઘડાનું ઘડતર ઘડો થતાં પહેલાં નિમિત્તની કાર્યશીલતાના સહકારથી છે. ચરમદેહી મહાત્માઓનું અંતના ભવમાં સ્વપુરુષાર્થના બળે પોતાના ઉપાદાનમાં કાર્ય સિદ્ધ થતું દેખાય છે તે સર્વે મહાત્માઓને તે પહેલાની ભૂમિકાએ નિમિત્તોની કાર્યશીલતાનો સહકાર મળ્યો હોય છે.
૦ ઉત્તમતા તરફ આગળ વધો ૦ વર્તમાનમાં આધુનિકતા વિકસતી જાય છે. આહારાદિ, વસ્ત્રાદિ, ગૃહાદિ, પ્રસંગો વગેરેમાં માનવને નિત નવીનતા ગમે છે. તેમાં તે જીવનના શક્તિ અને સમયને ખર્ચે છે. છતાં જીવનના ઉત્તમ મૂલ્યો માટે જીવનની તે શક્તિઓને પોતાના વિચાર-વિવેકને જે દિશામાં વાળવા
૧૧૮ ૪ શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org