________________
જોઈએ તેના માટે માનવ જવલ્લે જ વિચારે છે. કદાચ રુચિ અનુસાર અલ્પાધિક ધાર્મિક ક્રિયા કરે, તેવા પ્રસંગોમાં ધનાદિનો વ્યય કરે પરંતુ વિચારશક્તિનું વહેણ જે ઉત્તમતા તરફ લઈ જવું જોઈએ તેમાં તેની અલ્પતા રહી છે.
જીવનની સાચી દિશાનો નિર્ણય ન હોવાથી કે આત્મદષ્ટિ ન હોવાથી જીવનની શક્તિનો વાસ્તવિક ઉપયોગ કરવાને બદલે એ જ જૂની પદ્ધતિઓમાં “અંધો અંધ પલાયના ન્યાયે મનાતો વિકાસનો પંથ જ અવરોધરૂપ બની જાય છે. આ પરિસ્થિતિનું સર્જન સ્વરૂપનું લક્ષ્ય ચૂકી જવાથી થયું છે. શુદ્ધ સ્વરૂપનું ભાન જ કર્મસત્તાના મૂળને દૂર કરશે. શુદ્ધ સ્વરૂપનું લક્ષ્ય અજ્ઞાનદશાની હયાતિમાં કરવાનું છે માટે પ્રબળ પુરુષાર્થની આવશ્યકતા છે. શુદ્ધ દશાને પામેલા પંચપરમેષ્ઠિનું સ્મરણ તે લક્ષ્યને દઢ કરવામાં સહાયક છે.
નમસ્કાર મહામંત્રનું સ્મરણ આપણી શક્તિઓને સાચી દિશામાં વાળવાનું બળ આપી સ્વરૂપ લક્ષ્યનો નિર્ણય દેઢ કરાવે છે. કારણ કે પંચ પરમેષ્ઠિઓ જ શુદ્ધાત્માનું સ્વરૂપ છે.
રૂઢિગત પ્રણાલિઓ સાથે જે જીવન જોડાઈ ગયું છે, તે યંત્રવત્ બનતું જાય છે. બાહ્ય ક્રિયામાં નવીનતાનો પુષ્કળ ઉમેરો થતો જાય છે. આંતરિક અવસ્થામાં ઉત્થાન થતું નથી. બાહ્ય આધુનિકતાથી સંસારી ખુશ અને સાધક પણ ખુશ ? તેમાં જેમ સંસારીને આત્મલાભ નથી તેમ સાધકને કે કોઈને પણ નથી.
માટે રૂઢ થયેલા વિભાવ ભાવને અભાવનું લક્ષ્ય બનાવી મન શુદ્ધિ, સમભાવ, જેવા ઉત્તમ મૂલ્યોનું સ્થાપન કરવું. આત્માને પરભાવથી મુક્ત કરવો.
૦ તત્ત્વપ્રતીતિ ૦ સમ્યમ્ શ્રદ્ધાનો સાર તત્ત્વપ્રતીતિરૂપ છે. ઉપયોગ અન્ય પદાર્થને જાણવામાં રોકાય ત્યારે પણ આ પ્રતીતિ કાયમ રહે છે. રામ દશરથના પુત્ર હતા અને સીતાના પતિ હતા. જ્યારે પિતા સાથે સંપર્કમાં હોય ત્યારે પતિ તરીકે પ્રતીતિ હોય છે. ' છદ્માસ્થ – સંસારીને તત્ત્વપ્રતીતિ શ્રુતજ્ઞાનને આધારે હોય છે. જ્ઞાની અન્ય પદાર્થોને પ્રતીતિ સહિત જાણે છે, છતાં તે પદાર્થો તેમને પ્રયોજનભૂત નથી. તેથી તત્ત્વની શ્રદ્ધામાં જીવાદિ સાત તત્ત્વોને શ્રદ્ધાન કહ્યું છે.
“શ્રુતમઃ મખિલ સર્વ લોકેક સારમું” * ૧૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org