________________
પુણ્યાતિશયો વડે શ્રી અરિહંતનું, તપ સંયમાદિ વડે ગુરુજનોનું અને અહિંસા વડે ધર્મનું માહાત્મ્ય જાણે, પરંતુ આત્મલક્ષે દ્રવ્ય-ગુણ-પર્યાય વડે તેઓનું માહાત્મ્ય આવે ત્યારે તત્ત્વાર્થ શ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યક્ત્વ હોય છે.
આથી દેવાદિ તત્ત્વત્રયને યથાર્થપણે જાણે, તે જીવાદિતત્ત્વોને યથાર્થપણે જાણે પછી હેય ઉપાદેયની યુક્તિથી સ્વ-પરના ભેદનું ચિંતન કરી, એક આત્માને જ ગ્રહણ કરે ત્યારે આત્માનુભૂતિ થાય છે. તેમાં આશ્રવ નિરોધ, સંવર નિર્જરાનું સેવન, ભેદ વિજ્ઞાન સહિત તત્ત્વ પ્રતીતિથી આત્માનુભવ થાય છે.
નિજ શુદ્ધાત્માનું અભેદરૂપથી જ્ઞાન કરવું, શ્રદ્ધા કરવી અને તેમાં લીન થવું તે નિશ્ચય રત્નત્રય છે, તે જ રીતે સમ્યજ્ઞાનદર્શન ચારિત્રસ્વરૂપ આત્માને ગ્રહણ કરવો નિશ્ચયથી મોક્ષમાર્ગ છે. રત્નત્રયીને અભિન્ન જાણે તે વ્યવહારમોક્ષમાર્ગ અને આત્માને અભિન્ન જાણે તે નિશ્ચય મોક્ષમાર્ગ છે, આવો વ્યવહાર નિશ્ચયનું કારણ છે માટે ઉપાદેય છે, અને નિશ્ચય એ વ્યવહારનું ફળ છે માટે તે ઉપાદેય છે.
સર્વજ્ઞદેવ વિણ દર્શન નહિ, નિગ્રંથ ગુરુ વિણ જ્ઞાન નહિ. ધર્મ વિણ ચારિત્ર નહિ એ આપણો મુદ્રાલેખ છે.
હું એક સ્વાધીન તત્ત્વ છું તેવો વિવેક જન્મે, સૂક્ષ્મ વિચારણા કરે, તો બાહ્ય જગતથી તેના પદાર્થોથી પ્રભાવિત થયેલ આપણી શક્તિઓ એ પરાધીનતામાંથી મુક્ત થઈ અભેદ આત્માનું દર્શન કરે તેને માટે નિરંતર જાગૃતિ એ ઉપાય છે.
સંસારમાં જ વ્યસ્ત જીવથી એ કેવી રીતે બને ?
જો આ પ્રશ્ન સાચી જિજ્ઞાસામાંથી જન્મ્યો હોય તો તેનો ઉપાય સરળ છે. દિવસ દરમિયાન અમુક સમયે થોડી નિવૃત્તિ લેવી અને અંતરમાં સત્યનું સંશોધન કરવું. જ્યાં સત્ય સમજાય ત્યાં તરત જ તે પ્રમાણે `આચરણની દૃઢ ભાવના કરવી.
દા.ત. તમે એકાંતમાં જ્યારે આવું સંશોધન કરો અને સમજાય કે મારી જીવનપદ્ધતિમાં મને વારંવાર આવેશ આવે છે, માયા થઈ જાય છે. અહંભાવ ઊઠે છે, ત્યારે પેલી સત્યની સમજણ દ્વારા નિર્ણય કરવો કે મારે એવી ક્ષુદ્રતામાં જવું નથી હું શુદ્ધાત્મા છું. શક્તિનો પુંજ છું. સમતાથી ભરપૂર છું અને પ્રાર્થના જેવા અભિગમથી પ્રભુ પાસે બળ માંગવું. ગુરુજનોના આશીર્વચન માંગવા, સર્વ જીવો પ્રત્યે
૧૨૦ × શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org