________________
પ્રેમની ભાવના કરવી. આવા સરળ ઉપાય વડે નિકૃષ્ટ વૃત્તિઓ પલાયન કરશે અને આત્મશક્તિ કાર્યશીલ સિદ્ધ થશે.
આપણા જીવનની ચર્ચાનું સૂક્ષ્મ નિરીક્ષણ કરશું તો આપણને સમજાશે કે આપણામાં કેટલી ક્ષુદ્રતા અને અપૂર્ણતા છે. પુનઃ પુન; પ્રકૃતિને વશ થવું. ઇચ્છાને આધીન થવું બાહ્ય સુખબુદ્ધિને વિવશ થવું. આવી અવદશા જોઈને સાધકને વેદના થાય છે. ત્યારે પરમતત્ત્વ પ્રત્યે આપણી ભાવનાઓને વાળવાની જિજ્ઞાસા જન્મે છે.
જ્ઞાની પુરુષોના જીવનથી કે વચનથી આપણે પૂર્ણતાની જિજ્ઞાસા પ્રત્યે વળીએ છીએ, ત્યારે આપણને આપણામાં રહેલા પૂર્ણ તત્ત્વ પ્રત્યે દૃષ્ટિ જાય છે. પરંતુ એ દષ્ટિ ઘણી ઝાંખી હોવાથી આપણે ત્યાં પહોંચી શકતા નથી એથી એ પૂર્ણ સ્વરૂપ દર્શન આપણને દૂરનું લાગે છે.
જ્ઞાનીજનોએ જેને આત્મા કહ્યો છે, તેનો આપણને વિશ્વાસ પેદા થયો છે. પરંતુ તેનો અવાજ આપણા અંતઃકરણમાં સ્થાયી થયો નથી. તે માટે આપણે આધ્યાત્મિક શક્તિને જાગૃત કરવી પડશે કે જે આપણને શુદ્ધતા અને શુદ્રતાનું નિત્યતા અને અનિત્યતાનું, સમતાનું અને વિષમતાનું ભાન કરાવી શકે. જન્માંતરે શરીર બદલાતા છતાં જે સ્થિર અને નિત્ય રહે છે, તે ધ્રુવ તત્ત્વને સર્વશે આત્મા કહ્યો છે. જેની પૂર્ણતાનો પ્રકાશ પરમાત્માપણે પ્રગટે છે.
તત્ત્વચિંતકો, શાસ્ત્રજ્ઞો પોકારીને કહે છે તે તેનો પરિચય કર, તેને ઓળખ, તેનો બોધ પ્રાપ્ત કર એ આત્મા જ આપણો મંત્ર, સૂત્ર અને શાસ્ત્ર છે. એને વિસ્તૃત કરીને આપણે દીનહીન થઈ વ્યર્થ “હું”ની આજુબાજુ ચક્કર મારીએ છીએ એમાંથી જન્મ મરણના ચક્કર પેદા થાય છે. તેનાથી મુક્તિ મેળવવાની જિજ્ઞાસાને પરિપક્વ કરવી તે માટે સર્વ સામાન્ય સરળ ઉપાય દુર્ગુણોને દૂર કરવા સગુણોનું સ્થાપન કરવું. જેથી જીવનનું વહેણ બદલાઈ જાય, અને જીવનમાં આત્મશક્તિનું સિંચન થયા કરે. ત્યારે જીવ અધોગામી મટી ઊર્ધ્વગામી બને છે. પરંતુ એક વાત ખાસ સમજી લેવી મુદ્ર સુખમાં પડી રહેવાથી શાતાશીલતામાં રાચી રહેવાથી આવી અદમ્ય શક્તિઓને પ્રગટ થવાનું વહેણ મળતું નથી, તેને માટે આંતરિક બળ, તપ, તિતિક્ષા સાત્ત્વિકતાની જરૂર છે. તે તાત્ત્વિકતા પ્રત્યે જવાનું ચરણ છે.
શું માનવચેતનાનું કાર્ય શરીર ભોગ સુધી સીમિત રહેશે ? આપણા જીવન પર આપણા પ્રત્યેક ક્રિયા-કર્મની અસર પડે છે. જીવન ઉન્નત
શ્રતમ: અખિલ સર્વ લોકૈક સાર” * ૧૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org