________________
ભાવે જીવવા માટે છે, તેને શુદ્ર ભારથી ભારે બનાવી વ્યર્થ કરવા જેવું નથી. માનવ જીવનનું દરેક કર્તવ્ય આત્મભાવને પ્રગટ કરતું રહે તો તેની ઉત્તમતા છે.
તમે એકાંતમાં વ્યક્તિગત જીવન માણો, તેમાં તમારી પવિત્રતાને ખીલવા દો. ત્યારે પ્રાર્થનાથી ભરપૂર થઈ અંત:કરણને કોમળ, પવિત્ર, અને ઉદારતા જેવા ઉદાત્ત વહેણમાં જોડી દો.
પરિવારમાં જીવો ત્યારે સૌની સાથે પ્રેમ અને સરળતાથી જીવો. આગ્રહ ત્યજીને સૌની સાથે સૌમ્યતા કેળવો.
બિહારના સમાજમાં જીવો ત્યારે મૈત્રી અને પ્રમોદભાવથી જીવો.
આખરે સર્વ જીવ સમૂહના કલ્યાણમાં ઓતપ્રોત બની જાવ પછી અધોગામી વૃત્તિઓનું સ્થાન જ નાબૂદ થશે તમે ઊર્ધ્વગામી બનશો. નિજાનંદની મસ્તીને માણજો. માટીના દેહમાં માંહ્યલો-ચેતનવંતો પ્રાણ ધબકી ઊઠશે.
૦ આધ્યાત્મિક જીવનનો સાર – બોધિ ૦ ઉત્તમ મનુષ્યજીવન પામીને પામવા જેવું સારતત્ત્વ બોધિ છે. સર્વ કાળ માટે તે દુર્લભ મનાઈ છે. કારણ કે અનાદિના અબોધતાના સંસ્કારની જડ મૂળમાંથી છેદવાની છે. દેહાધ્યાસથી ભેદ કરવાનો છે. આ છેદ અને ભેદની જડ ગુરુગમે દૂર થવા સંભવ છે. તે માટે આધ્યાત્મિક જીવનની લગની, જૂના અભિપ્રાયોનું નિરસન કરવાનું છે, જીવને આત્મસ્વરૂપનું ભાન પ્રમાદ અને અજ્ઞાનવશ કઠિન થયું છે તેથી બોધિની દુર્લભતા મનાઈ છે.
પરંતુ આ મનુષ્યદેહે આ જન્મની યત્કિંચિત સાર્થકતા છે કે દેવાદિનો યોગ, અંતરંગ રુચિ અને ઉત્તમ નિમિત્તો મળ્યાં છે માટે જીવ ! જાગૃત થા, સત્પુરુષના વચનોમાં વિશ્વાસ કરી લે અને આત્મપુરુષાર્થમાં તત્પર થા.
બોધિ આધ્યાત્મિક જીવનનો સાર છે, શ્રદ્ધા અને જ્ઞાન પ્રબળ સત્ત્વ છે, ચારિત્ર તો પ્રાણ છે. એ ત્રણેના અંશનું પ્રાગટ્ય બોધિ છે. બોધિ એ સમાધિનું બીજ છે. સમાધિ મોક્ષનું બીજ છે.
બોધિ, જીવનની શુદ્ધિ માટેનું અવલંબન છે. બોધિ એટલે અનાદિકાળના વિપરીત પ્રવાહનું યોગ્ય સ્થાને સંક્રમણ. બોધિ એટલે શુદ્ધાત્માનો અર્ક છે. બોધિ એટલે ઉપશમ-નિર્મળભાવની પાવન સરિતા
૧૨૨ ૪ શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org