________________
તેવું માધુર્ય છે. આથી અહિંસાદિ વ્રતો મૈત્રી આદિ ભાવનાઓથી ભૂષિત થાય છે, ત્યારે જીવ અધ્યાત્મયોગને પામે છે.
અર્થાત્ ધર્મ અનુષ્ઠાનો માત્ર ક્રિયા રૂપ નથી. મારું અનુષ્ઠાન થઈ ગયું. તેની સાથે વિચારવું કે મૈત્રી આદિ ભાવનાઓ કેટલી વૃદ્ધિ પામી ? પરહિત ચિંતનની વૃત્તિ કેવી ઉદાત્ત રહી ? જો આવી પ્રવૃત્તિ અને વૃત્તિનું અનુસંધાન રહે તો સમજવું કે અનુષ્ઠાન સ્વ-પર હિતકારક હતું.
તને પીડાની-અહિતની ખબર છે પરંતુ તે ફક્ત સ્વહિત - સ્વાર્થ પૂરતી છે, તેને થોડી વિસ્તૃત કર. સ્વ સાથે પરને જોડ. પર પીડા પરિહાર અને પરહિત ચિંતામાં તારી પીડા શમી જવાની છે. સ્વ-પીડા શમી જતાં તે નિરોગી થઈશ. સ્વ-પર બંને પીડા શમી જતાં તું નિર્દોષ સુખ પામીશ.
વાસ્તવમાં બુદ્ધિમાન માનવને જો સ્વહિત વહાલું હોય તો પણ તેણે સ્વાર્થોધતા તો ત્યજવી જ રહી. તેને સ્થાને પરપીડા પરિહાર, પરહિત ચિંતા, પરગુણ દૃષ્ટિ, વગેરે ભાવનાઓનું ભાવન કરવાથી સ્વાર્થોધતાનું પાપ ટળે છે. કૃતજ્ઞભાવે પરોપકાર થવાથી નિર્દોષ આનંદ મળે છે. માટે સ્વાર્થ જેવા પાપથી અટકો, સાચી દિશામાં વળો. ૦ પુણ્યથી પુણ્યની વૃદ્ધિ ગુણથી ગુણની વૃદ્ધિ = શુદ્ધિ ૦
ચિત્તશુદ્ધિનો ક્ષણનો અવકાશ પણ કેમ કઠિન છે ? ભાઈ ! તારી પાસે અશુભભાવના પાપપંકના ગંજ ખટકાઈ ગયા છે, ત્યાં પુણ્યની વૃદ્ધિ થતી નથી. તેથી ગુણવૃદ્ધિ થતી નથી તેથી ચિત્ત શુદ્ધિ થતી નથી.
સુકૃત્યો, નિઃસ્વાર્થપણું, સર્વજીવહિત દૃષ્ટિ વગેરે પુષ્યવૃદ્ધિનાં કારણો છે. પરમાત્મા, સદ્ગર, ગુણી પુરુષોનો આદર-બહુમાન ગુણવૃદ્ધિનું કારણ છે. સેવાભક્તિથી ચિત્ત ઉપર પડેલી કષાયાદિની મલિનતા દૂર થઈ ચિત્ત-શુદ્ધિ થાય છે. એ ચિત્તશુદ્ધિ આત્મજ્ઞાનનું કારણ બને છે.
મન-વચન-કાયાના યોગોની શુભ પ્રવૃત્તિ અને વૃત્તિ, ધનાદિનો સદવ્યય, વડીલોનો આદર, પગલે પગલે પુણ્યનો પ્રકાશ પાથરે છે. અને જો તે અસતુમાં પ્રવર્તે છે તો પગલે પગલે પાપને પામે છે. આસક્તિ જનિત પાપપ્રવૃત્તિ તારા મળેલા પુણ્યના ભંડારનું તળિયું બતાવે છે. પુણ્યનો નિઃસ્વાર્થે ઉપયોગ જ તારા પુણ્યની વૃદ્ધિ કરે છે.
૧૩૮ ૪ શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org