________________
૦ ક્યાંક અટકો પછી સાચી દિશામાં વળો છે
હે જીવ ! પાપની લીલા જાણીને તારા દિલ દિમાગમાં ઝબકારો થાય તો હવે સાચી દિશા તરફ વળી જા. પાપની પ્રવૃત્તિની તાળાબંધી કરતો જા. જોકે સંસારી ગૃહસ્થનું જીવન કેવળ, નિષ્પાપ બનતું નથી પરંતુ જો તે ગુણ ગ્રાહક બને તો તીવ્ર રસથી થતા રાગાદિ છૂટતાં તેવા પાપો પણ છૂટી જાય છે. તારા જીવનની દિશાનો પ્રારંભ મંદ કષાયથી થશે. પછી ગુણનો વિકાસ થતાં તારી જીવનરેખા બદલાઈ જશે. માનવજન્મની સાર્થકતા એ તારું ધ્યેય બન્યા પછી તારો પુરુષાર્થ સને માર્ગે ઊપડશે. એકવાર એ દિશામાં પ્રયાણ કર.
કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે નિશ્ચિત લક્ષ ધારણ કરી તેને અનુકૂળ પુરુષાર્થ યોજવો પડે. તું હાલ જે ભૂમિકામાં છું તે મહદ્અંશે અશુભની વૃત્તિ અને પ્રવૃત્તિમાં છું. આથી તેમાંથી નીકળવા લક્ષમાં ભલે સ્વરૂપ પ્રાપ્તિની પ્રધાનતા હો, પરંતુ પ્રવૃત્તિમાં તારે વ્યવહારધર્મને સ્વીકારવો પડશે. જે ધર્મ ગુણ વૃદ્ધિરૂપ ક્રિયાત્મક છે.
વ્યવહારધર્મ અશુભનો સંવર અને શુભ ભાવની ભૂમિકાથી થશે. જેમાં સ્વ - પર હિતની ભાવનાની જોડ કરવી પડશે. દાન-પરોપકાર વડે પેલા તપ્ત માનસપટ પરના કષાયો અને સ્વાર્થીદિનો પરિહાર કરવો પડશે. આત્મિક ગુણોની પ્રાપ્તિ વડે ચિત્તની પ્રસન્નતા અને નિર્દોષતા કેળવાતા જશે.
આમ સ્વઉપકાર એ નિશ્ચયથી લક્ષ બનશે અને પરોપકાર એ તે સમયની ભૂમિકા પ્રમાણે વ્યવહાર ધર્મ બનશે. સ્વ-ઉપકાર સાધ્ય છે તો પરોપકાર સાધન છે.
“મોક્ષ સાધનાનો માર્ગ છે. વ્યવહાર અને નિશ્ચય ઉભયાત્મક છે. નિશ્ચયનું લક્ષ રાખીને વ્યવહારધર્મનું પાલન કરવાથી સાધ્ય-મોક્ષ પ્રાપ્ત થાય છે. પ્રવૃત્તિમાં વ્યવહારની અને લક્ષમાં નિશ્ચયની પ્રધાનતા હોય તો જ કાર્યની સિદ્ધિ થાય છે. અન્યથા લક્ષ વિનાનો વ્યવહાર એટલે નિશ્ચય વિનાનો પુરુષાર્થ અને વ્યવહાર વિનાનું લક્ષ એટલે કે પુરુષાર્થ વિનાનું લક્ષ એ બંને એકલા હોવાથી કાર્યસાધક બની શકતા નથી.”
ધર્મ અનુષ્ઠાન શુષ્કતાપ્રધાન નથી પરંતુ ભાવથી ભરપૂર છે. અહિંસાદિ વ્રતો કોઈ બાહ્ય ક્રિયા કે રૂઢિ નથી, પરંતુ પરપીડાનો પરિહાર છે. અન્યને પીડા ન પહોંચે તેવી સભાનતા છે. ત્રણે યોગમાં
સ્વતઃસિદ્ધ ન્યાયતંત્ર : કર્મસત્તા ૪ ૧૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org