________________
સહિત જ્ઞાન છે તે વિપરીત જ્ઞાન છે. તેથી તેને અજ્ઞાન કહેવાય છે. બહારમાંથી જ્ઞાનનું પાછા ફરવું અને સ્વભાવમાં રહેવું તે માનવચેતનાની ઉત્ક્રાંતિ છે. આવી ક્રાંતિથી માનવનું જ્ઞાન વિશ્વવ્યાપક બને છે એ જ્ઞાન સાથે અહિંસા પણ વ્યાપક બને છે.
અહિંસાની અનુભૂતિ શુદ્ધ પ્રેમમાં પરિણત થાય છે. તેથી તે પરમધર્મ કહેવાય છે. બાહ્ય સંબંધમાંથી સ્વભાવમાં જવું તે ભાવ અહિંસાની સાધના છે, જેમાં દ્રવ્ય અહિંસા સમાઈ જાય છે. તેમાં કેવળ કોઈને હણવારૂપ હિંસાનો ત્યાગ એટલું જ નથી પણ જે ભાવ અહિંસા આત્મસ્ફુરણથી નિપજે છે તે સ્ફૂરણામાં પ્રેમમય અનુભૂતિ રહી છે.
“અહિંસા એ સત્યના દીવાનો પ્રકાશ છે. સમાધિના છોડ પર સત્યના ફૂલ ઊગે છે, ને અહિંસાની સુવાસ અવકાશમાં ફેલાઈ જાય છે. અહિંસા અનુભૂતિની એક સ્થિતિ છે. આનંદધન આત્માના સ્વભાવમાં રહેનાર સદા અહિંસક છે. સર્વત્ર નિર્મળ સ્નેહ વહાવનાર છે.” ૦ અહિંસા-સંયમ-તપ ૦
અહિંસા
સર્વ જીવો સાથે ઔચિત્ય ભર્યું વર્તન તે અહિંસા. તેના પાલન માટે ક્રોધાદિ કષાયોની પરવશતાનો નિગ્રહ કરવો જેથી બાહ્ય હિંસાના દુર્ભાવ ટળે. રાગાદિ ભાવહિંસા ઘટે અહિંસાના પાલનથી વિષય લોલુપતા ઘટે છે તેથી હિરાત્મ ભાવનો ત્યાગ થાય છે. તેથી તે સ્વભાવધર્મ થાય છે. જ્ઞાન અને ધ્યાન બંને સાધનામાં અહિંસા અગ્રગણ્ય હોય તો જ્ઞાન ધ્યાનની ફળશ્રુતિ મુક્તિમાં પરિણમે છે. અહિંસા તપ અને સંયમ વડે સેવાય તો તે સ્વભાવરૂપ બને છે. જેની પરિણતિ સદા આત્મામય છે તે પૂર્ણ અહિંસામય છે, તેની ચિત્તની નિર્મળતા વૃદ્ધિ પામે છે. આવી અહિંસા પુણ્યાનુબંધી પુણ્યનું કારણ બને છે. અહિંસા વડે પાપ નાશ થાય છે.
બાહ્ય પરિસ્થિતિમાં પ્રતિકૂળતા થાય ત્યારે માનવ આવેશમાં આવે છે, ક્રોધથી ઘેરાઈ જાય છે. પરંતુ એ દુઃખથી બચાવનો ઉપાય નથી. માનવને એવી સમજ હોવી જરૂરી છે કે દુઃખથી બચવાનો ઉપાય શાંતિ સમતા છે.
જેને સમતા બોધરૂપે પરિણમી છે તેને જગતમાં કોઈ શત્રુ નથી. તેની શાંતિને ગમે તેવી વિકટ પરિસ્થિતિ હણી શકતી નથી. તો પછી
Jain Education International
અહિંસા પરમો ધર્મ * ૧૫૭
For Private & Personal Use Only
www.jainelibrary.org