________________
બુદ્ધિમાન ! તું શા માટે તારા જ સમતા સ્વભાવને ક્રોધ વડે હણે છે. પ્રથમ પોતાના ક્રોધ વડે પોતે જ દુઃખ પામે છે, અને પછી બહારમાં જેનો સંયોગ છે તેને પણ દુઃખ પહોંચાડે છે. જો માનવ પોતાના સ્વભાવમાં રહે તો તેની આત્મિક શાંતિ જળવાઈ રહે છે. સંયમ
સ્વાત્મા સાથે ઔચિત્યભર્યું વર્તન તે સંયમ છે. જીવને એમ પ્રશ્ન થાય કે દરેક પોતાના આત્મા માટે યોગ્ય જ કરેને ! ભાઈ ! એમ હોત તો ચારગતિના ચક્કરની સમાપ્તિ થઈ ગઈ હોત, પરંતુ વિષયાકાંક્ષી જીવો સ્વનું હિત કે ઔચિત્ય-ચિત શું તે જાણતા નથી. પોતાના જ આત્માને જાણવો, ઉપાસવો. વિભાવથી મુક્ત કરી સ્વભાવમાં સ્થિત કરવો, તેનું જ ધ્યાન કરવું તે સ્વાત્મા સાથે ઔચિત્યભર્યું છે, તેવું જાણતા નથી.
પાંચ ઇન્દ્રિયોના નિગ્રહથી, દેહબુદ્ધિના ત્યાગથી મન, વચન, કાયાના યોગની સ્થિરતાથી સ્પર્શાદિ વિષયોની મુક્તિથી સંયમ સાધ્ય થાય છે. એ સંયમમાં દ્રવ્યહિંસા અને ભાવહિંસા બંનેથી રક્ષા થાય છે. સંયમ વડે દુ:ખ નાશ પામે છે. આ સંયમમાં ક્ષમાદિ ધર્મો પ્રગટે છે, તેથી સંવર અને નિર્જરા થાય છે. ચિત્તની સ્થિરતા વધે છે. સંયમમાં ઇચ્છાઓ પ્રશસ્ત બને છે. મોક્ષાભિલાષની જિજ્ઞાસા રહે છે. સંયમ સ્વયં શુદ્ધ ભાવને પ્રગટ કરે છે.
તપ :
તપના બાહ્ય છ અને અત્યંતર છ મળીને કુલ બાર પ્રકાર છે. તેમાં ધ્યાન તપ શ્રેષ્ઠ છે, જે કર્મોની નિર્જરા કરે છે. તપ વડે પરમાત્મભાવનું ધ્યાન થાય છે, પરમાત્મા પ્રત્યે આદર સત્કાર વધે છે. સમર્પણ ભાવની પુષ્ટિ થાય છે. તપ વડે દેહાધ્યાસ ઘટે છે. અને ઇચ્છાઓનો નિરોધ શક્ય બને છે. તેથી આત્મભાવમાં તન્મયતા થાય છે.
તપ વડે આત્મા અને પરમાત્મા અભેદ બને છે. કારણ કે આત્મા પરમાત્મ સ્વરૂપ છતાં વર્તમાન અવસ્થામાં ભેદ થયો છે. તે કર્માવરણના નિમિત્તથી છે, તપથી કર્મનો છેદ થાય છે. તેથી આત્મસ્વરૂપમાં તન્મય થવાથી પોતે શુદ્ધાત્મા તરીકે પ્રગટ થાય છે.
અહિંસા, તપ અને સંયમનું પ્રદાન મહાન છે. અહિંસા વડે સર્વ જીવી સાથે ઐક્યતાનો ભાવ આવે છે તેથી ઉચિત વ્યવહાર થાય છે
Jain Education International
૧૫૮ ૪ શ્રુતસાગરનાં બિંદુ
For Private & Personal Use Only
www.jainelibrary.org