________________
અને ક્રોધ જેવાં પાપ નષ્ટ થાય છે. સંયમ વડે સ્વાત્મા સાથે ઐક્યની તન્મયતા થવાથી સ્વાત્મા સાથે ઉચિત વ્યવહાર જળવાય છે. તેથી ઇન્દ્રિયો અને મનનો સંયમ થાય છે. ભાવ વડે પરમાત્મા સાથે ઐક્ય ભાવના થાય છે, તેથી તેમની આજ્ઞાનું આરાધન પ્રબળ બને છે. તેથી અભેદભાવનો આનંદ અનુભવાય છે.
અહિંસા ધર્મના પાલનથી, ક્રોધાદિ કષાયો જિતાય છે, તેથી જીવની ચિત્તશુદ્ધિ થતાં ચોથા ગુણસ્થાનકે ક્ષમાદિ ગુણો વિકાસ પામે છે. છઠ્ઠા ગુણસ્થાનકે અહિંસા, સંયમ, તપ એ ત્રણે સહજ બને છે. અને પછીના ગુણસ્થાનકે વિકલ્પ રહિત આત્મા તે જ અહિંસા સંયમ અને તારૂપ બને છે. પછી તે અહિંસાદિ પાલનના ઉપચારથી મુક્ત થાય છે. તેમની પવિત્રતા-નિર્ભયતા વિશ્વવ્યાપી બને છે.
જીવને સુખ-શાંતિ ક્યાંય શોધવાની જરૂર નથી. દુઃખ મુક્તિ માટે મુંઝાવાની જરૂર નથી પરંતુ સમજ પ્રાપ્ત કરવાની છે કે પાપનું સાધન, દુઃખનું કારણ અને ભવ રોગનું મૂળ શું છે ?
૦ પાપનું સાધન ક્રોધાદિ કષાયો છે. ૦ દુઃખનું કારણ બીજ અસંયમ છે. ૦ ભવરોગનું મૂળ ઇચ્છા-વાસના છે. ૦ પાપને દૂર કરવાનું સાધન ક્ષમા છે. ૦ દુઃખથી મુક્ત થવાનું કારણ ઇન્દ્રિયસંયમ છે. ૦ વાસનાથી મુક્ત થવા ઇચ્છા નિરોધ છે.
એ સર્વે ક્ષમાભાવ કે મૈત્રી ભાવનાથી કેળવાય છે. વૈરાગ્ય વડે સંયમ સાધ્ય છે. ત્યાગથી વૈરાગ્ય ટકે છે. જ્ઞાન સહિત ઉભય વૃદ્ધિ પામે છે.
અહિંસા દ્વારા જીવરાશિ સાથે એકતા સધાય છે. સંયમ દ્વારા નિજાત્મા સાથે અને તપ દ્વારા પરમાત્મા સાથે એકતા સધાય છે.
વિતરાગની અચિંત્ય શક્તિનો પાયો રાગ-દ્વેષરહિતતા જન્ય શુદ્ધ આત્મ પરિણતિ અને તજ્જન્ય આત્મસ્થિતિ છે. શુદ્ધ આત્મસ્થતાનો સહજ પ્રભાવ કલ્પનાતીત છે. તેને પામવાના સર્વ શાસ્ત્રોક્ત સાધનોનો વ્યવસ્થિત નિર્દેશ છે.”
આવું માહભ્ય સમજવા માટે યથાર્થ જ્ઞાન હોવું જરૂરી છે. જગતના જીવો કર્માધીન છે. કર્મસત્તાના દોરડા પર નટ થઈને નાચે છે. તે જીવો કર્મવશ વિચિત્રપણે વર્તે છે. તેવા જીવોની વિચિત્રતા સહેવી, નિંદા કે ઉપેક્ષા ન કરવી તેનું આત્મકલ્યાણ થાઓ તેવી ભાવના-પરિશ્રમ
અહિંસા પરમો ધર્મ * ૧૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org