________________
ગમે તેવા પુણ્યના ઉદયમાં તે જીવનું ખમીર જ એવું છે કે ભોગસુખની સામગ્રી છે. તે ભોગવે છે છતાં તેનું શ્રદ્ધાન તે પ્રત્યેથી છૂટવાનું છે.
આ બંને પ્રકારના પુણ્યમાં પ્રથમ પ્રકારનું પુણ્ય હેય-ત્યજવા યોગ્ય છે. કારણ કે તેમાં આસક્તિ હોવાથી ભવભ્રમણ થાય છે. બીજા પ્રકારનું પુણ્ય અંતે ત્યજવાનું હોવા છતાં તે ઉપાદેય છે, સુખસામગ્રી છતાં નિષ્કામવૃત્તિને કારણે જીવને સહાયક બને છે. પાપનાશક અને મોક્ષસાધકની ઉત્તમ સામગ્રી પાપના ઉદયમાં ફરકતી જ નથી, પુણ્યયોગે મળે છે.
ભવભ્રમણમાં દુઃખ સહીને અકામ નિર્જરા કરતો જીવ સ્થાવર આદિ સ્થાનોમાંથી આગળ વધતો મનુષ્યજન્મ પામે છે. હવે કેવળ દુ:ખ સહીને કામ થવાનું નથી પણ જિનભક્તિ. ગુરુઆજ્ઞા, સુપાત્રે દાન, યોગની શુભ પ્રવૃત્તિ અને વૃત્તિ, અનુકંપાદાન જેવાં કાર્યો વડે પુણ્ય એકઠું કરવાનું છે. સુકૃતની અનુમોદના, દુષ્કૃતની ગહ અને પંચપરમેષ્ઠિનું શરણ જેવાં અનુષ્ઠાનો વડે પુણ્યનું સર્જન થાય છે ત્યારે તે કારણોથી પુનઃ મનુષ્યજન્મ અને મોક્ષસાધનસામગ્રી મળે છે. એવી સામગ્રીના યોગમાં મનુષ્ય ધન્ય બની જાય. વચમાં ભોગસામગ્રીનો યોગ થાય પણ સમ્યમ્ શ્રદ્ધાનું સાધન જેને પ્રાપ્ત થયું છે, તે પુણ્યયોગનાં સુખ ભોગવવા છતાં તેમાં તીવ્ર આસક્તિ નથી તેથી બંધાતો નથી. પુણ્યની પણ નિર્જરા કરે છે. તમારે ડરવું છે તો પાપથી ડરો, પુણ્યના હેય - ઉપાદેયનો વિવેક જાણો અને તે ઉત્તમ પુણ્યના દોર વડે ઊર્ધ્વગામી ધર્મનું આરક્ષણ કરી આત્માનો આશ્રય કરી મુક્તિધામ પહોંચો.
પાપના ઉદયમાં આત્માશ્રયી થવાનું અંદરનું સામર્થ્ય જ પ્રગટ થતું નથી, કોઈ વાર તો પાપનો ઉદય પાપ બંધાવી અધોગામી બનાવે છે. જ્ઞાની જનોએ પ્રારંભની ભૂમિકામાં પાપથી દૂર થવા પુણ્યનાં દ્વાર ખોલી આપ્યાં છે તેનો સઉપયોગ કરી આપણે તે દ્વારને વટાવી સ્વભાવધર્મમાં પ્રવેશ કરવાનો છે.
પુણ્યબંધની ક્રિયાને સહાયક માનવામાં ન આવે કે અપેક્ષાએ ધર્મરૂપ માનવામાં ન આવે તો પછી ચૌદમાં ગુણસ્થાનક સિવાય બીજા કોઈ ગુણ-સ્થાનકે પુણ્યબંધ સિવાયનો ધર્મ ઘટી શકશે નહિ, બુદ્ધિવશ કે ભૂમિકાનુસાર અબુદ્ધિવશ પુણ્યનો બંધ - ઉદય હોય છે. જો પુણ્યને કેવળ હેય માનવામાં આવે તો મોક્ષમાર્ગમાં જેનું સહજપણે વ્યવહારધર્મનું સ્થાન છે તેનો લોપ થઈ જાય.
સ્વતઃસિદ્ધ ન્યાયતંત્ર : કર્મસત્તા ૪ ૧૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org