________________
૦ પાપનું ઉગમસ્થાન – બાહ્ય ઇચ્છા ૦ પાપ કોણ કરે છે ? કોણ કરાવે છે ? ભાઈ ! પુણ્ય અને પાપના ભાવ કરનારો તું જ અર્થાત્ તારું અજ્ઞાન છે, અશુદ્ધાત્માની એ અવસ્થા છે. વૈભાવિક દશામાં જેમ તું શુભાશુભ ભાવનો કરનારો છું તેથી કર્મનો ભોગવનારો છું. પરંતુ જ્ઞાન-સ્વભાવદશામાં તું તારા સ્વરૂપનો – સુખનો કર્તા અને ભોક્તા છું.
તારી ભૂમિકા નિમિત્તાધીન છે. તેથી તારી ભૂમિકામાં તું બાહ્ય નિમિત્તથી – સુકૃત્યોથી પુણ્યનો બંધ કરે છે, તેમ બાહ્ય પદાર્થોનો રાગ, તે પ્રાપ્ત કરવાની ઇચ્છા, તે અજ્ઞાન કે અનાત્મભાવ હોવાથી તે પાપબંધનું કારણ છે. અરે ! પુણ્યકાર્ય સાથે પણ જો મલિન ભાવના, માન, મમત્વ, કે લૌકિક ભાવ ભળે છે તો તે પુણ્ય પણ પાપમાં ફેરવાઈ જાય છે. તે પુણ્ય તેનું પૂર્ણફળ આપવા સમર્થ બનતું નથી. કે પુણ્ય ઉત્તમતા સાધ્ય કરતું નથી, પરંતુ તે સત્કાર્યોમાં ફળની મલિન ઇચ્છા ભળવાથી તે પુણ્ય લોભામણી ક્ષણિક સુખસામગ્રી આપી અંતે જીવને દારુણ દુઃખ આપનારું બને છે. આથી એ અપેક્ષાએ તે પુણ્ય હેય મનાયું. પાપજનિત મનાયું છે.
કોઈપણ પુણ્યકાર્યના સમયે તેના લોભામણા પ્રકારોથી દૂર રહી એક જ ભાવના રાખવી કે મારા પાપજનિત ભાવોનો ક્ષય થાઓ. કર્મક્ષય થાઓ. મોક્ષાભિલાષીએ તે માટે ખૂબ સજાગ રહેવું. ચિત્તના કોઈ ખૂણે નિદાન-લૌકિક માગ તને છેતરી ન જાય. સમસ્ત વિશ્વ ભૌતિક જડ વસ્તુની આધુનિકતાથી પ્રભાવિત થયું છે. આથી તે ચૈતન્યના ગુણો, સંપત્તિ, ઐશ્વર્ય કે અન્યોન્ય મૈત્રી આદિ ભાવોથી વિમુખ રહી પાપ પ્રત્યે દોરાય છે.
જડના રાગની ભુલભુલામણી એક પરિવારના બે ભાઈઓમાં સ્નેહ હતો. વ્યાપાર વૃદ્ધિ પામ્યો. શ્રીમંતાઈ વધી, પણ હૃદય સાંકડાં થયાં. બંને ભાઈઓનાં દિલ અલગ થયાં. ઘરધંધા અલગ થયા. ભાગ પડ્યા તેમાં વસ્તુઓની વહેંચણીની અલ્પાધિકતાએ ઠેષ ઊભો કર્યો. કહો, દ્વેષ કયા પદાર્થોથી થયો ! ક્યાં થયો ! અને રાગ ક્યાં થયો ?
દેષ પરિવારમાં થયો એટલે ચૈતન્ય પ્રત્યે થયો. રાગ વસ્તુમાં થયો એટલે જડ પદાર્થોમાં થયો. અહંકાર કહે છે ભલે વસ્તુ જડ રહી પણ
૧૩૪ ૪ શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org