________________
એમ કંઈ જતું કરાય ? હવે આ જડ વસ્તુ અહીં રહી જશે અને તે જીવો વેરના સંબંધ કોણ જાણે કેટલા ભવ સુધી ભોગવશે !
એક પરિવારમાં બે બહેનો પ્રેમથી રહેતી હતી વિધવા માએ પિતાની અનુપસ્થિતિમાં કન્યાઓને શિક્ષણ આપ્યું. યોગ્ય પતિ શોધી સાસરે વળાવી. સમય જતાં માએ બંને દીકરીઓને તેની પાસે જે કંઈ હતું તે વહેંચી આપ્યું. નાની દીકરી વધુ જરૂરિયાતવાળી હતી તેને કંઈ વધુ આપ્યું. મોટી દીકરીનું અહં ઘવાયું. મને ઓછું કેમ ? નાની બહેન ઉપર દ્વેષ થયો, મા પ્રત્યે અનાદર થયો.
કહો કઈ વસ્તુ ખાતર ભગિનીનો ઉત્તમ સ્નેહ અને માનો આદર જતો કર્યો ? જડ વસ્તુઓએ કેવી થાપ ખવરાવી ? ભાઈ એ વસ્તુ સ્વયં જડ છે, તેનામાં કોઈ ભાવ જ નથી તો તને કેવી રીતે રાગ કે દ્વેષ કરાવે ? પણ તારું અજ્ઞાન, પાપજનિત સંસ્કાર તને એવી કુબુદ્ધિ કરાવે છે. તું તે જડ પદાર્થોના મોહમાં ખોવાઈ જાય છે. એમાં પાપનો ડર પણ તને હોતો નથી.
જ્ઞાની જનોએ અહં આદિ પાપના અઢાર પ્રકારો કહ્યા છે. તેના અંતરગત ભેદો વડે તે અસંખ્ય બને છે. જો કે એક પણ પાપ સ્વપ્ન પણ આદરવા જેવું નથી. પુણ્યનું ફળ સાદા વ્યાજથી આવે છે. પાપનું ફળ ચક્રવૃદ્ધિ વ્યાજથી આવે છે. વળી એક પાપ બીજાં પાપો કરવાની વૃત્તિને ઉત્તેજિત કરે છે.
હિંસાના ભાવ કરી અન્ય જીવનો ઘાત કરવો, દુઃખ પહોંચાડવું તે મોટું પાપ છે.
એક વાર વ્યક્તિ અસત્ય બોલે છે, ત્યારે કદાચ વિચાર કરે કે હવે ફરી નહિ બોલું, આ વખતે વાંધો નહિ. પરંતુ વળી પાછી એ જ મનોવૃત્તિ કામ કરે છે. પછી અસત્ય તેને કોઠે પડી જાય છે. એવું ચોરી ઈત્યાદિ દોષોનું. એ પ્રમાણે પાપ જ જીવનો સંસ્કાર બને છે.
તેમાં પણ પરિગ્રહની મૂછ તો અનેક પ્રકારનાં પાપો પ્રત્યે દોરી જાય છે. અગાઉ જણાવ્યું તેમ ભૌતિક સામગ્રી એ જ જાણે જીવન હોય તેમ તે તેમાં જ રાચીમાચીને પાપ કરે છે.
વિષયોની કામપીડા માનવને કમજોર બનાવે; સ્વદારા-પુરુષથી સંતોષવાળું જીવન સંસારી માટે આદર્શ છે. પણ જો એ મર્યાદાની બહાર તે નીકળ્યો તો પછી એ નરકનું ભયંકર દ્વાર ખોલે છે. આ જન્મની ઉત્તમતા, પારિવારિક ખાનદાની, લોકલજ્જા સઘળું તેને માટે વ્યર્થ બની જાય છે.
સ્વત સિદ્ધ ન્યાયતંત્ર : કર્મસત્તા * ૧૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org