________________
૦ ચિંતાને બદલે ચિંતન. ૦ રાગને બદલે વિરાગ. ૦ ગૃહવાસને બદલે વનવાસ. ૦ દેહબુદ્ધિને બદલે આત્મબુદ્ધિ.
ટૂંકમાં દેહ અને આત્મા બંને સ્વભાવથી - લક્ષણથી – ક્રિયાથી ભિન્ન છે. આત્મા દેહ નથી પણ દેહમાં રહેનારો દેહી છે. સંસારયાત્રામાં શરીર એ આત્માને રહેવાનું સ્થાન છે. છતાં તે દેહરૂપ થતો નથી. સૂર્ય પૃથ્વીને પ્રકાશે છે પણ પૃથ્વીરૂપ થતો નથી. તેમ આત્મા દેહને ધારણ કરે છે કે જણાવે છે, પણ દેહરૂપે થતો નથી.
આત્મા અને દેહની ભિન્નતા શું છે ? આત્મા અવિનાશી; દેહ વિનાશી દરેક જન્મ દેહ આદિવાળી અને મરણથી અંતવાળો.
આત્મા ઉત્પન્ન થતો નથી માટે અનાદિ; નાશ પામતો નથી માટે અનંત છે. શરીર ચક્ષુથી દેખાય તેવું રૂપી છે; આત્મા ચક્ષુઅગોચર છે. શરીર પર અને વિજાતીય છે; આત્મા સ્વ અને સ્વગુણ વડે સજાતીય છે. શરીર ભોગ્ય છે; આત્મા ભોક્તા છે. શરીર જણાવા યોગ્ય છે; આત્મા જાણવાવાળો છે. શરીર રોગ અને મરણના સ્વભાવવાળું છે; આત્મા અરોગી અને અમર છે.
આ સર્વ હકીકત બુદ્ધિમાનને સમજાય તેવી છે, પરંતુ જેને દેહમાં આત્મબુદ્ધિ છે તેને માટે કોયડો છે. કોઈ પુણ્યયોગે કે સગુરુના બોધ બુદ્ધિમાન સમજવા પ્રયત્ન કરે તો સમજાય તેવું છે. ' અરે ભાઈ ! છેવટે તે કોઈ મરણ તો જોયું હશે, ત્યારે તું જે દેહને આત્મરૂપ માનતો હતો તે દેહ તારી સમક્ષ પડ્યો હોવા છતાં તેનો નિકાલ કરવા પ્રયત્ન કરે છે, તે જ જણાવે છે કે આ શરીર અને આત્મા ભિન્ન હતા તેથી આયુષ્યકર્મ પૂરું થતાં આત્મા દેહ ત્યજી
તારે આત્માને કોની સાથે સરખાવવો છે ?
મેરુપર્વત સાથે ? સ્વયંભૂરમણ સમુદ્ર સાથે ? આકાશ સાથે ? ચક્રવર્તી આદિ સાથે ? આ પદાર્થો સાથે આત્માના બળવીર્યની તુલના થઈ શકે તેવી નથી. એ સર્વ પદાર્થોને આત્મા ઉલ્લંઘી શકે તેમ છે. પરંતુ પૂર્ણ શુદ્ધ અને પૂર્ણ જ્ઞાન પ્રગટ્યા વગર આ સામર્થ્ય પ્રવર્તતું
આત્મસ્વરૂપ : ૩ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org