________________
નથી. અને એ સામર્થ્ય પ્રગટે ત્યારે તેવું કંઈ કરવાની કૂતુહલવૃત્તિ - રહેતી નથી. આત્મા સ્વગુણના અનંત આનંદમાં સમાઈ જાય છે, પછી
આવા કોઈ પ્રયોજનની આવશ્યકતા હોતી નથી. તે નિસરણી ચઢે ત્યારે એક પગ ઉપાડીને બીજા પગથિયે મૂકે, એમ એવા ક્રમને અનુસરે ત્યારે તું ઉપર પહોંચે છે. તેમ તારે આ ક્ષેત્રે પણ સંસારમાંથી તારા પગને-વિચારને ઉપાડવો પડે અને સત્સંગ આદિમાં ગોઠવવો પડે, ત્યારે તું આત્માના સ્વરૂપનો સ્પર્શ કરી શકે.
આત્મા આવો શુદ્ધ અને બળવાન છતાં કર્મને આધીન કેમ રહે છે ? દેહમાં આત્મબુદ્ધિ કેમ કરે છે ? એનું સામર્થ્ય કર્મના ઉદયમાં હતપ્રભ કેમ થાય છે?
તારો પ્રશ્ન વિચારણીય છે. કર્મ બળવાન છે કે આત્મા બળવાન છે ?
આત્માનું જ્ઞાન તો સૂર્ય સમાન પ્રકાશિત છે. પરંતુ સૂર્ય વાદળાંથી ઢંકાઈ જાય, તેમ મોહનીય કર્મના સંયોગે આત્મજ્ઞાન અજ્ઞાન રૂપે પ્રવર્તવાથી બાહ્ય દૃષ્ટિએ કર્મ કઠિન અને બળવાન દેખાય છે. જો દૃષ્ટિ અંતર પરિણતિ તરફ વળે તો તે જ્ઞાન કર્મને નાશ કરી શકે. અને આત્માનું સામર્થ્ય પ્રગટ થાય.
જેમ પર્વતની કઠિન શિલાઓ પણ ઝરણાના વહેતા પાણીના વેગથી તૂટી જાય છે. તે શિલાઓ રેતીના રૂપમાં પરિવર્તન પામે છે. તેનું કારણ વર્ષાનું કે ઝરણાનું પાણી છે. સ્પર્શ વડે જણાતો કઠણ પત્થર પણ કોમળ પાણી વડે રેતી બની જાય છે. તેમ શુદ્ધ જ્ઞાન વડે આત્મા કઠિન કર્મોને તોડી શકે છે.
કર્મોને આધીન આત્મા નિર્બળ લાગે છે. પરંતુ અંતરદષ્ટિ વડે જોતાં બળવાન આત્મા જ્ઞાન-ધ્યાનાદિ વડે કર્મોને તોડે છે. ભલે તે મોહનીય કર્મ દીર્ઘ સ્થિતિવાળું હોય તો પણ અંતવાળું છે. જ્યારે આત્મા અનંત સ્વભાવવાળો છે. એટલે ગમે તેવા કર્મોનો અંત આવી શકે છે, પરંતુ આત્માનો અંત આવતો નથી.
, “આ રીતે આત્મા અવિનાશી મહાનમાં મહાન, બળવાનમાં બળવાન, સર્વજ્ઞાનમાં શિરોમણી અને નિરવધિ સુખથી પરિપૂર્ણ છે.”
૦ “સંસારિણો મુક્તાશ્ચ” છે, જીવનની બે અવસ્થાઓ. ૧. શુદ્ધ, ૨. અશુદ્ધ
સામાન્ય રીતે કર્મ પ્રકૃતિ અનંત હોવાથી જીવની અધ્યવસાયજનિત અવસ્થાઓ અસંખ્ય છે. પરંતુ મુખ્યપણે સંસારી અને સિદ્ધ-મુક્ત એમ
૪ : શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For Privace & Personal Use OM
www.jainelibrary.org