________________
સ્વભાવમાં રહેવાવાળો છે. અતિ પવિત્ર અને ઇન્દ્રિય-અગોચર સૂક્ષ્મ તત્ત્વ છે. કોઈ યંત્ર, તંત્ર કે મંત્રથી તે જણાતો નથી. વિશ્વમાં તેને સરખાવીને ઓળખાવી શકાય તેવું સાધન નથી. માટે કહેવું પડે કે આત્મા તો આત્મા જ છે તેનું સ્વરૂપ વચનાતીત છે. ઇન્દ્રિય-અગોચર છે. છતાં પ્રગટ લક્ષણવાળો છે. .
ક્ષેત્રથી આત્મા જે જે શરીર ધારણ કરે છે તે શરીર જેટલા અવગાહન-ક્ષેત્રવાળો છે. છતાં પોતાના જ આત્મ પ્રદેશમાં રહે છે.
કાળથી, શરીર છૂટી જવા છતાં નિત્ય રહેવાવાળો અમર અને અજન્મા છે.
ભાવથી નિર્વિકલ્પ, જ્ઞાતા-દ્રષ્ટા છે. જ્ઞાનસ્વરૂપે પૂર્ણ અને શુદ્ધ જ્ઞાનનો સ્વામી છે. તો પછી આત્માને જાણવો કેવી રીતે ?
આત્મા ચાલતો નથી પણ ચાલવાની ફુરણા જ્યાંથી આવે છે તે આત્મા છે.
આત્મા બોલતો નથી પણ વચનની ફુરણા જ્યાંથી આવે છે તે આત્મા છે.
અર્થાત્ આત્મા કોઈ દૈહિક ક્રિયા કરતો નથી પણ પુદ્ગલના - શરીરના સંયોગે જે વિકલ્પવિશેષ થાય છે તે સંચારનું તત્ત્વ આત્મા છે, છતાં તે સર્વ ક્રિયા પુગલના સંયોગવાળી છે. આત્મા સ્વયં જ્ઞાનસ્વરૂપ હોવાથી જાણવા-જોવાની શક્તિ ધરાવે છે. જ્ઞાતા-દ્રષ્ટા રૂપે રહે છે. તે દેહ-ઇન્દ્રિયથી નિતાંત ભિન્ન છે.
0 દેહ અને આત્માનો સંબંધ છે સંસારમાં સામાન્ય માનવોને શરીર જ આત્માપણે જણાય છે. તેઓ દેહ અને આત્માની ભિન્નતા જાણી, સમજી કે અનુભવી શકતા નથી. કોઈ વિરલ મહાત્માઓએ તપ અને સંયમના બળે તેનું સંશોધન કર્યું. ત્યારે તેઓ શુદ્ધાત્માનો અનુભવ પામી શક્યા. સંસારમાં કોઈ સાધન આત્માનો અનુભવ કરાવી શકે તેમ નથી. આત્મામાં જ રહેલું શુદ્ધ જ્ઞાન આત્માનો અનુભવ કરી શકે; તેને માટે કિંમત ચૂકવવી પડે છે.
૦ સંસારને બદલે સંયમ. ૦ ભોગને બદલે યોગ. ૦ બુદ્ધિને બદલે શ્રદ્ધા.
૨ ૪ શ્રતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org