________________
છે. આત્મા પૂર્ણ મોક્ષરૂપ હોવા છતાં તેની યાત્રા બીજથી પૂનમ જેવી છે. માટે નિશ્ચયદૃષ્ટિ લક્ષ્યમાં રાખીને વ્યવહાર દૃષ્ટિને અનુસરવાથી ક્રમિક વિકાસ પૂર્ણ મોક્ષને સાધ્ય કરે છે.
સાધક અવસ્થામાં સમ્યગ્ દર્શનાદિની જે સાધના હોય છે, તે જેટલે અંશે સિદ્ધ થાય છે તેટલું સાધનાનું ફળ છે. તેથી સાધકનો પુરુષાર્થ વૃદ્ધિ પામે છે. સ્થિરતા આદિ વિકસતા જાય છે. વ્યવહારદૃષ્ટિ એ કાર્યનો આરંભ કે અનેકવિધ અનુષ્ઠાનો પૂર્ણતાના પ્રેરક છે.
નિશ્ચયદૃષ્ટિએ જોતાં આત્માના મૂળ સ્વરૂપને લક્ષમાં લેવું અને તેને માટે જ પ્રયત્ન કરવો તો જ પૂર્ણતા પામી શકાય છે. સર્વોત્તમ તત્ત્વો
વિશ્વમાં ચાર તત્ત્વો સર્વોત્તમ છે.
૦ અરિહંતા લોગુત્તમ્મા
૦ સિધ્ધા લોગુત્તમા
૦ સાહૂ લોગુત્તમા
૦ કેલિ પણત્તો ધમ્મો લોગુત્તમો.
અરિહંત લોગુત્તમા : વિશ્વના સર્વ જીવોને સુખના શાસનમાં પ્રેરનાર અરિહંત છે. સ્વંય સંપૂર્ણપણે જ્ઞાતા છે. પરમ શુદ્ધ છે. ત્રણે લોકને પૂજનિય છે. બાર ગુણના ધારક છે. અષ્ટ પ્રાપ્તિહાર્યરૂપી સમૃદ્ધિના નિઃસ્પૃહપણે ધારક છે. આત્મ શુદ્ધિના પ્રેરક છે. તે સર્વોત્તમ છે.
સિદ્ધા લોગુત્તમા ઃ સિદ્ધ ભગવંતો સંસારથી સર્વથા મુક્ત છે. અષ્ટ મહાગુણના સ્વામી છે. લોકોગે તેમનું સ્થાન છે. સિદ્ધ અવસ્થા સાધકને ધ્યાન માટે ઉત્તમ છે.
સાહૂ લોગુત્તમા આચાર્યજી, ઉપાધ્યાયજી, અન્ય સર્વ સામાન્ય સાધુપદથી વિચારતા લોકમાં એ સાધુ પદ ઉત્તમ છે. ચવિધ આરાધનાનું અને સંયમના આરાધનનું પ્રેરક બળ છે.
કેવળ પણત્તો ધમ્મો લોગુત્તમા : ધર્મ ધારણ કરવો એટલે કેલિ ભગવંતોએ આરાધેલો અનુભવેલો અને પ્રરૂપેલો ધર્મ ધારણ કરવો, જે ધર્મ વિશ્વમાં દુ:ખથી પીડાતા જીવોને ધારણ કરવા સમર્થ છે.
આવા ધર્મનું આરાધન કરવાનું ભાગ્ય મહદ્અંશે માનવને મળ્યું છે. માનવજીવનમાં આવો ઉત્તમ ધર્મ કેવી રીતે પામી શકાય તેનો વિચાર હવે કરવાનો છે.
Jain Education International
અહિંસા પરમો ધર્મ × ૧૬૫
For Private & Personal Use Only
www.jainelibrary.org