________________
૯. માનવજીવન ઉત્તમ છે
માનવજીવન ઉત્તમ છે, તે વિચારનું ક્ષેત્ર જ માત્ર નથી પણ તેમાં આચારનું પ્રાધાન્ય છે. જીવનની ઉત્તમતા એટલે ગુણોથી ભરપૂર જીવન. માનવ પૂરાણા સંસ્કાર લઈને જન્મે છે. વળી સંયોગાધીન નવા કર્મ-સંસ્કારો તેમાં ઉમેરાય છે. આ સંસ્કારોનું મિશ્રણ હોય છે. તેથી વિચાર પણ સત કે અસરૂપે પરિણમે છે. અર્થાતુ ગુણ-દોષના કંઠવાળું માનવજીવન છે. ગુણ વિકાસનો પ્રકાશ છે. દોષ રકાસનો અંધકાર છે. શું ધારણ કરવું તેને માટે માનવ સ્વતંત્ર જવાબદારી ધરાવે છે.
સમગ્ર વિશ્વ મહદ્અંશે સ્પર્શાદિના વિષયમાં પ્રવૃત્ત છે, એવા વિષય મૂચ્છિત આત્માની રક્ષા કરવી તેમાં જીવનની ઉત્તમતા છે. ઉત્તમ જીવન એ માનવજીવનનો અમૂલ્ય અવસર છે.
માનવદેહની વિશિષ્ટતા એ છે કે તેને વાચા સહિત વિચારશક્તિ મળી છે. યદ્યપિ માનવ સારા વિચારો કરી શકે તેટલું પૂરતું નથી. વળી તેવી મન:સ્થિતિ દીર્ઘકાળ ટકતી નથી. તેથી વળી અસદ્ વિચારો પણ થાય છે. એટલે સદ્ વિચાર કરવા અને અસદ્ વિચારોને શમાવવા એવી રીતે મનને કેળવવાનું છે, તેમાં પ્રેરકબળ સદાચાર છે.
જીવમાત્ર પોતાની ભૂમિકા પ્રમાણે સક્રિય હોય છે. કીડી કણનો પુરુષાર્થ કરે છે, હાથી મણનો પુરુષાર્થ કરે છે, અને માનવ ધનાદિનો પુરુષાર્થ કરે છે. યોગી મુક્તિનો પુરુષાર્થ કરે છે. જેને જેવો રસ તેવી પ્રવૃત્તિ હોય છે.
પ્રવૃત્તિના સદ્ અને અસદ્ બે પ્રકારો છે. જીવમાત્ર સદ્ પ્રવૃત્તિ જાણે છે, પણ નિરંતર તેમ કરે છે તેવું નથી. અસદ્ પ્રવૃત્તિ જાણે છે અને તે પ્રમાણે કરે છે તેવું પણ નથી. એનો અર્થ એ થયો કે ઉત્તમ વસ્તુઓની જાણકારી જીવને ઉત્તમ બનાવતી નથી. પરંતુ અંતરંગ અભિરૂચી કેળવાય તો જીવ ઉચ્ચતા પ્રત્યે પ્રેરાય છે.
આજે ભૌતિક જગતની પ્રતિષ્ઠા એવી વધી છે કે સામાન્ય માનવ કંઈ વિચાર કરે તે પહેલાં તે વહેણમાં વહ્યો જાય છે. વળી સંસારનાં
૧૬૬ * શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org