________________
ક્ષેત્રોમાં સ્પર્ધાદિ વિષયોનો વિસ્તાર એટલો વિસ્તૃત છે કે તે તેના તરફ આકર્ષાયેલો રહે છે. તેને પાછા વળવું કઠણ છે.
વળી અમૂલ્ય ઝવેરાતની જેમ ઉત્તમ તત્ત્વો કે પદાર્થોની પ્રાપ્તિ અપેક્ષાએ વિરલ છે, છતાં સાચા જિજ્ઞાસુ તેને શોધી લે છે. સામાન્ય માનવ તે તરફ ફરકતો પણ નથી. જો તેને એકવાર યોગ મળે અને પારમાર્થ પદાર્થોનો સંયોગ થાય તો તે તુચ્છ વસ્તુઓ ત્યજી દે ખરો.
ઉત્તમ સંગે ઉત્તમતા વધે. ભલે જગતમાં ઉત્તમ વસ્તુઓની અલ્પતા હોય પરંતુ વ્યવહારમાં અછતવાળી વસ્તુની જરૂર હોય ત્યારે વ્યક્તિ તેની શોધ કરીને તે વસ્તુ મેળવે છે, તેમ ઉત્તમ વસ્તુની રુચિવાળાએ ઉત્તમ વસ્તુની શોધ કરવી જોઈએ. તે વસ્તુઓની ઊંચાઈને પહોંચવા જે પ્રયત્ન કરે છે તે જરૂર પહોંચી જાય છે. તે માટે પૂર્વે ન કરેલો એવો પરિશ્રમ કરવો પડે છે. પરંતુ પરિણામે તે વ્યક્તિ કલ્પનાતીત સુખ અને શાંતિ પામે છે.
એક વાર ઉત્તમ વસ્તુઓની રુચિ થઈ પછી તુચ્છ વસ્તુઓ પ્રત્યે દષ્ટિ કે રુચિ થતી નથી. જેમ કોઈ ગરીબ માણસ ધનના અભાવે હલકા ધાન્ય, વસ્ત્રો લેતો હતો, પરંતુ જ્યારે તેની પાસે શ્રીમંતાઈ આવે છે ત્યારે તે ઉચ્ચ કક્ષાના ધાન્યાદિ મેળવે છે. તેમ એકવાર ઉત્તમ તત્ત્વોની રુચિ થાય તે જગતના પૌદ્ગલિક તુચ્છ વસ્તુઓને ત્યજતો જાય છે. માટે તમે જે ક્ષેત્રમાં હોવ તે ક્ષેત્રમાં ઉત્તમ વસ્તુઓની સ્થાપના કરો, પ્રસાર અને પ્રચાર કરો. વિચાર અને આચાર કેળવો. તમે જે ક્ષેત્રમાં હોવ ત્યાં તેનો વિસ્તાર કરો. તમારો એ પરિશ્રમ જરૂર સફળ થશે. ૦ ગૃહસ્થધર્મ છે
ગૃહસ્થધર્મ સદાચાર શીલથી પ્રારંભ થાય છે. એ સદાચાર પ્રજ્ઞાયુક્ત હોય તો તે માનવને પૂર્ણતા સુધી લઈ જાય છે. પારમાર્થિક પૂર્ણતાનું સાધન સમ્યકત્વ છે. સદાચારીની યાત્રા સમ્યકત્વ લક્ષી હોય તો તે પૂર્ણતાને પહોંચી શકે છે. પરંતુ સમ્યગદેષ્ટિ સદાચારી હોય છે, હોવો જોઈએ ત્યારે તેની સાધના આગળ વધે છે. જે અવિરતિમાંથી અણુવ્રત દ્વારા દેશવિરતિમાં આવે છે. અણુવ્રત એ સદાચારનું પરમાર્થ લક્ષણ છે. સદાચાર અને અણુવ્રત નિકટવર્તી છે. આથી સમ્યક્ત્વની પ્રાપ્તિની પાત્રતા પહેલા માર્ગાનુસારિતાના પાંત્રીસ ગુણોનું નિરૂપણ કર્યું છે.
માનવજીવન ઉત્તમ છે * ૧૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org