________________
માર્ગાનુસારિતાના ગુણોવાળો સત્યનિષ્ઠ હોય છે. તે સંસારના પ્રયોજનવાળો હોવા છતાં તેના જીવનમાં સદાચારની મુખ્યતા છે. તે સત્યનિષ્ઠ હોય છે. બીજાનાં સુખદુ:ખ મારાં છે તેવું ભાન સત્યનિષ્ઠને હોય છે. જેવું સુખ મને મળો તેવું સર્વને મળો. મને દુઃખ ન મળો, તેમ કોઈને ન મળો સર્વનાં દુઃખ દૂર થાઓ આવું જ્ઞાન અને આચરણ સત્યનિષ્ઠને હોય છે. સર્વને આદરથી જોવા તે ઉદારતા સમ્યગદષ્ટિવંત આત્માનું લક્ષણ છે.
પ્રજ્ઞાયુક્ત સદાચારમાં બીજા ઘણા ગુણોની સંપત્તિ હોય છે. સત્યનિષ્ઠા, ઉદારતા, ન્યાયી વલણ અને પ્રેમ એવા ગુણો સહિત સદાચારી અનુક્રમે સાધુતાને પામે છે. તે સત્પુરુષ હોય છે. પ્રજ્ઞા રહિત સદાચાર ગુણ છે. પરંતુ તેમાં કથંચિત અન્યગુણો ન હોય તો તે સદાચારી આગ્રહી બને છે. અહંકારમાં આવી જાય છે. એટલે તેનો સદાચાર અમુક ક્ષેત્ર અને અમુક વિચાર પૂરતો મર્યાદિત થઈ જાય છે. તે લોકપ્રશંસા પામે છે. પરંતુ અધ્યાત્મ પામતો નથી. કારણ કે તેની દૃષ્ટિ મર્યાદિત થઈ જાય છે.
કોઈ ધર્મ માર્ગે જનારને અનીતિ કે અસત્ય કરતાં જુએ ત્યારે પ્રજ્ઞા રહિત સદાચારી તેના ધર્મનો અપલાપ-નિંદા કરે છે. વાસ્તવમાં તેની અનીતિ દૂષિત છે. ધર્મ દૂષિત નથી. તેનું અજ્ઞાન દૂષિત છે. તેથી પ્રજ્ઞાવંત તેની નિંદા કરતો નથી પરંતુ અનુકંપા કરે છે. એથી સદાચારીમાં પ્રજ્ઞા હોવી આવશ્યક છે. ૦ પ્રજ્ઞાવંતનો આચાર ૦.
પ્રજ્ઞા દ્વારા ઉદારતાનું સેવન થાય છે. પ્રજ્ઞાવંત સ્વનો ઉત્કર્ષ અને પરનો અપકર્ષ – અવનતિ સ્વપ્ન પણ ન વિચારે. તેનામાં અન્યના દોષ જોવા જેવી સંકુચિતતા નથી, સર્વને આદરથી જોવા તેવી ઉદારતા છે.
પ્રજ્ઞાવંત ન્યાયયુક્ત હોય છે. પોતાની યોગ્યતાથી અધિક ઈચ્છવું નહિ, અન્યને જરૂર હોય તેનાથી અલ્પ આપવું નહિ. યથાશક્તિ પુરૂષાર્થ કરતો હોય છે.
પ્રજ્ઞાવંત નિર્દોષ પ્રેમયુક્ત હોય છે. જેવું સુખ પોતાના આત્માને - ઇષ્ટ છે તેવું જ સુખ તે અન્યને માટે ઈચ્છે છે. તે તેના નિર્દોષ પ્રેમનું લક્ષણ છે.
સત્યમાં ટકી જવું તે સત્યનિષ્ઠા છે. કારણ મુક્તિના ઉત્તમ તત્ત્વો
૧૬૮ ૪ શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org