________________
નિરંતર ચાલ્યા કરે છે.
છતાં સ્કૂલ કે સૂક્ષ્મ બંને પ્રકારે મન એક મૂલ્યવાન સાધન છે. જ્યાં સુધી તે વિષયોમાં ભમે છે ત્યાં સુધી સ્થૂલતા છે. અને તે મન શુદ્ધ અવલંબનને ગ્રહણ કરે છે ત્યારે સૂક્ષ્મપણે વિષયોને ત્યજી શાંત થાય છે. આમ મન જ્યારે વિષયાકારે પરિણમે છે ત્યારે તે પાપમૂલક હોય છે. પરંતુ તે જ્યારે નિર્મળ બોધ પામે છે ત્યારે ધર્મનું સાધન બને છે.
મન ચંચળ છે, તે દોષ હોવા છતાં તે તેનો સ્વભાવ છે. મન વિષયોને પકડી ચંચળ બને છે, તેમ શાસ્ત્ર સિદ્ધાંત, જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રે ચિંતન પ્રધાન બની શકે છે. મન એક શ્રેષ્ઠ શક્તિયુક્ત પદાર્થ છે. તે ચિંતનશક્તિથી ભૌતિકક્ષેત્રે પણ ઘણા વૈભવાદિની પ્રાપ્તિ કરી શકે છે.
શાસ્ત્રાદિના સિદ્ધાંતને ગ્રહણ કરનાર મનની શક્તિ છે, તેથી ધર્મક્ષેત્રે શ્રેષ્ઠ, નિર્મળ બોધનરૂપ શ્રુતજ્ઞાનનું કારણ બની શકે છે. અર્થાત્ મનવાળું જીવન મળવું તે અપેક્ષાએ પુણ્યોદય છે. સિંહ કે હાથી જેવા બળવાન પશુને બુધ્ધિમાન મનુષ્ય વશમાં રાખી શકે છે, બળવાન મનનો સઉપયોગ તે માનવની શક્તિનો આવિર્ભાવ છે.
જગતમાં શ્રેષ્ઠ મનાતા પદાર્થોનો માનવી વિવેકપૂર્વક ઉપયોગ કરે છે. અમુક કિંમતી અલંકાર કે વસ્ત્રો અમુક સમયે પહેરે છે. તેની રક્ષા કરે છે. તેમ મનને શ્રેષ્ઠ સમજી યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો મહાન કાર્યોનું સંપાદન થઈ શકે.
મનનો સદુઉપયોગ એટલે શું !
સદ્ એટલે સતુ, મનને સમાં જોડી રાખવું તે સપયોગ. સત્ એટલે શુદ્ધ તત્ત્વ. આવું શક્તિમાન, સ્કૂર્તિમાન મન મળ્યા પછી, પ્રમાદવશ રહેવું તે જીવનને વ્યર્થ કરવા જેવું છે. તે સમુદ્ર ઘણો ઊંડો અને વિશાળ છે, તેને તરીને પાર જવા માનવે બુદ્ધિબળથી સ્ટીમરો બનાવી છે. સમુદ્રનું પાણી ઉલેચીને પાર નથી જવાતું પણ સાધન દ્વારા પાર જવાય છે. તેમ નિરર્થક વિકલ્પો કે પ્રમાદ દ્વારા સંસાર સમુદ્ર પાર પમાતો નથી પરંતુ મનને સારી વસ્તુમાં જોડવાથી પાર પમાય છે.
આવા શક્તિયુક્ત મનને કેવળ દમન કરીને કચડીને કાર્ય થતું નથી. તેજવાન ઘોડાને મારીને મડદાલ બનાવી દેવાથી તેના દ્વારા દૂરનો
માનવજીવન ઉત્તમ છે * ૧૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org