________________
એ માથી એક સોની નીકળ્યો. તેની દષ્ટિ એ સ્ત્રીના શરીર પર રહેલા અલંકારો પ્રત્યે જાય છે. તે એ સ્ત્રીના શબને જોતો નથી પણ વિચારે છે કે એ શરીર પર રહેલા અલંકારોના ઘાટ સુંદર છે. વસ્તુ એક જ પરંતુ માનવની મનોવૃત્તિ તેનું ભિન્ન ભિન્નપણે દર્શન કરે છે. એ મનને જાણવું જરૂરી છે. ૦ મન શું છે ? –
શાસ્ત્રવિધિ પ્રમાણે મનોવર્ગણાના પુદ્ગલોના ગ્રહણ વિસર્જનનું કાર્ય કરનાર યંત્ર તે મન છે. એ મનોવર્ગણા પરિણામ પ્રમાણે શુભાશુભ વિચાર રૂપે પરિણમે છે. આથી મન એટલે એકત્ર કરેલા સંસ્કારો, શુભાશુભ વાસનાઓ, વિકલ્પો, ઈચ્છાઓનો સંગ્રહ છે. આ સંગ્રહ પણ અવ્યવસ્થિત છે. જે સમયે જે જોઈએ તે જ વિચાર આવે, તે જ વાસના ઊઠે એવું નથી પણ ગમે ત્યારે ગમે તે સંસ્કાર જાગે અને મનને ખળભળાવી દે.
આ મન સ્પર્ધાદિ ઇન્દ્રિયો જેવું સ્થૂલ નથી, પણ સૂક્ષ્મ છે. એવા અણુ જેવા મનને વશ રાખવાનું કામ મેરૂ પર્વતનું ઉમૂલન કરવા કરતાં પણ કઠણ છે. કારણ કે એ મન વાસના અને વિકારોનો ઢગલો - રાશિ હોવાથી નિરંતર ગતિમાન હોય છે. તેના પર સંયમની લગામ મારવા છતાં પણ તે વળી ક્યાંય ગતિ કરી લે છે.
“મેં જાણ્યું એ લિંગ નપુંસક સકલ મરદને ઠેલે, બીજી વાતે સમરથ એ નર તેહને કોઈ ન ઝેલે.” હો કુંથુનિ.
મનનું લિંગ નપુંસક છે, પરંતુ રાવણ જેવા સમર્થને પણ તેણે એક વૃત્તિને વશ કરી મૃત્યુને ઘાટ ઊતરવા સુધી નીચે પાડ્યો. બીજી બાજુ તે રાવણ અષ્ટાપદ પર્વત પર ભક્તિ કરવામાં જરા પણ ચલાયમાન થયો નહિ. મન આવું દોરંગી-તરંગી છે.
ગાડી-વાહન જેમ બેક વગર ભયાનક છે, તેમ મન સંયમાદિ વગર ભયાનક પરિણામ ઉપજાવનારું શસ્ત્ર છે. મનની આજુબાજુ ચાર કષાય, ચાર સંજ્ઞા, પંચ વિષયો, લેશ્યા, દુર્ગાન વગેરેનું સૈન્ય નિરંતર રોકાયેલું છે. એકને ત્યજે છે ત્યાં બીજું આવીને હાજર થાય છે. આમ મન સતત ગતિમાન રહેવાથી અશાંત રહે છે. અશાંતિ એ દુઃખની જડ છે. સંસ્કારવશ મન ભોગ્ય પદાર્થને મેળવવા ઈન્દ્રિયોને પ્રેરે છે. ઇન્દ્રિયોને વિષયો મળતાં વળી મન ઉત્તેજિત થાય છે. આમ એક ચક્ર
૧૭૪ ૪ શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org