________________
શુદ્ધાત્માઓનો વાસ છે. મનુષ્યના સંસ્થાનમાં અગ્રભાગે મસ્તક – ઉત્તમાંગ છે. ત્યાં શુદ્ધ તત્ત્વનો શુદ્ધ ભાવનો વાસ થવો જોઈએ. ઉત્તમમાં ઉત્તમ ભળે અભેદની પ્રાપ્તિ સહજ બને.
કોઈપણ પદાર્થને કેવળ એકાંતે હેય કે ઉપાદેય માનવો તે વિવેકરહિત છે. સંસાર દુઃખથી ભરેલો છે, છતાં જ્ઞાનીઓનાં હૃદય સુખથી પરિપૂર્ણ છે. સંસાર અસાર છે, તે સંસારમાં ધર્મનો મહિમા સારભૂત છે. દેહ કેવળ અશુચિથી ભરેલો અને તિરસ્કારયુક્ત છે તે દેહધર્મનું બાહ્ય નિમિત્ત છે. તેથી માનવજન્મની દુર્લભતા કહી છે.
સ્ત્રી અશુચિથી ભરેલી માંસના લોચાયુક્ત છે તેમ જાણવું અને જોવું. આવો તિરસ્કાર ઉપજાવવાથી બ્રહ્મચર્ય રક્ષિત નથી રહેતું. કારણ કે દેવલોકમાં જન્મ થતાં ત્યાં દેવીનું મિલન થશે ત્યારે તે દેહ તો અશુચિમય નથી. અને મનમાં અશચિનો તિરસ્કાર કેળવ્યો છે તે અહીં છૂટી જશે. સ્ત્રીભોગનું આકર્ષણ પેદા થશે. વળી દેહ તો પુરુષ કે સ્ત્રી કોઈનો પણ અશુચિમય છે. તેમાં થોડું અંતર ભલે હો.
પરંતુ મૂળમાં નિર્ણય એ કરવાનો છે આત્મા જ સ્વયં સુખથી પરિપૂર્ણ છે, તેને સ્ત્રી કે કોઈ પણ પદાર્થ સુખ આપી શકે તેમ નથી. સ્વથી જ સુખ પામે તેવું તત્ત્વ છે. સંસારમાં રહેતા ગૃહસ્થ પુરુષ કુટુંબમાં મા, બેન, પત્ની ઇત્યાદિ સંબંધોથી સાથે રહે છે. જે સ્થાને જે છે તેનો સ્વીકાર કરી ગૃહસ્થ ધર્મને નિભાવે છે. બહેન કે મા પ્રત્યે અશુચિની ભાવના કરીને તેને દઢતા રાખવી પડે છે તેવું નથી માત્ર સ્ત્રી પ્રત્યે જુગુપ્સાભાવ કેળવીને ક્યાં સુધી ટકશો ?
દેવલોકમાં નહિ ટકાય, તો પછી તિર્યંચમાં એવી વિચારશક્તિ મળવાની નથી. ત્યાં પ્રકૃતિવશ સંબંધો હોય છે. એટલે પોતાના સંયોગથી પેદા થયેલી તિર્યંચમાદાને સિંહાદિ અમુક સમય પછી ભોગવે છે. માટે સ્ત્રીએ પુરુષ પ્રત્યે આત્મભાવની કે મૈત્રીભાવની મુખ્યતા કરવાની છે. યદ્યપિ દેહભાવથી મુક્તિ માટે અશુચિભાવના સહાયક છે. છતાં તેનું વિધેયક તત્ત્વ વિચારવું જરૂરી છે. સ્ત્રી આદિ પુદ્ગલ માત્ર હેય છે. સ્વાત્મા ઉપાદેય છે તેથી ત્યાગી-યોગી નિર્જરાનું સર્જન કરે છે, અને પાપને નષ્ટ કરે છે ભોગી પુણ્યને નષ્ટ કરે છે, પાપનું સર્જન કરે છે.
સ્વસ્વરૂપમય મોક્ષ - મોક્ષમાર્ગ
૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org