________________
આત્મામાં અભેદ થવાથી સકળ કર્મનો ક્ષય થાય છે.
સ્વ-સુખદુઃખનું કેન્દ્ર દેહ છે, તેની ચિંતા તે આર્તધ્યાન છે. દૈહિક સુખની ખુશી છે, તે રૌદ્રધ્યાનનું કારણ છે. મૈત્રી આદિ ભાવનાઓથી આર્ત-રૌદ્રધ્યાનનો ત્યાગ થાય ત્યારે ધર્મધ્યાનમાં પ્રવેશ થાય છે. ઉપયોગની સ્થિરતા અને શુદ્ધતા વડે શુક્લધ્યાન આવે. આવા ત્યાગ અને ગ્રહણરૂપ ધર્મ માટે મનોલય - મનની ગુપ્તિ જરૂરી છે.
૦ સ્વાર્થજનિત વિચાર આર્તધ્યાનનો હેતુ છે. ૦ સર્વના હિતનું ચિંતન ધર્મધ્યાનનો હેતુ છે. ૦ આત્મતત્ત્વનું ધ્યાન શુક્લધ્યાનનો હેતુ છે.
પાપ ન કરવાની વૃત્તિ અને જાગૃતિ, સ્વાર્થના ત્યાગનું અને સર્વના સુખનું કારણ બને છે. અજીવ પદાર્થોનું આકર્ષણ પાપવૃત્તિને ઉત્તેજિત કરે છે માટે તેનાથી વિરક્ત થઈ ચેતનસ્વરૂપ આત્માનો પૂર્ણતાની દૃષ્ટિથી આદર સેવવો જોઈએ. ચેતના સ્વરૂપે જીવમાત્રમાં રહેલું તત્ત્વ અભેદ છે તેમ જાણી સમગ્ર જીવરાશિ પ્રત્યે પ્રીતિ કરવી. આમ પૂર્ણતાની દૃષ્ટિ અતૃપ્તિનો ત્યાગ કરે છે, અને અભેદરૂપ આદર દ્વેષાદિનો ત્યાગ કરે છે.
અપૂર્ણતાનો અંધકાર જીવે પોતાના મનમાં ઊભા કરેલા જગતમાં વ્યાપેલો છે, છતાં તે કર્મના સંયોગવાળો છે. જે આવા અંધકારમાં અથડાય છે તેનું જીવન ભારરૂપ બને છે. પરંતુ જેની દૃષ્ટિ પૂર્ણ – અચલ – ધ્રુવ એવા શુદ્ધાત્મા પ્રત્યે છે, તેમને સ્વરૂપ અનુભૂતિ સ્વાભાવિક હોય છે. અનાદિકાળનો સાંયોગિક અંધકાર ક્ષણમાત્રમાં અલોપ થઈ જાય છે. પ્રકાશમય અમૃતની પ્રાપ્તિ થાય છે.
જેને સંસાર દુ:ખરૂપ લાગ્યો છે, વૈરાગ્યની વિશેષતા છે, તેને એ અમૃતની પ્રાપ્તિ થાય છે. કારણ કે વૈરાગ્ય આત્મસ્વભાવની વિશેષતા
તમારું મનમંદિર છે, તો મગજ-માથું ઉત્તમાંગ છે. તેમાં તમે શું ભરો છો ? મન મંદિર છે તો તેમાં શુદ્ધાત્મસ્વરૂપ પરમાત્માને પધરાવો. માથું ઉત્તમ અંગ છે તો તેમાં ઉત્તમ તત્ત્વનો સંગ્રહ કરો. મંદિરમાં પત્ર-પુષ્પ ફળ જેવા પદાર્થો પણ શુદ્ધ અને ઉત્તમ લઈ જવાની પ્રણાલિ છે. તેમ મનમંદિરમાં મૈત્રી આદિ ભાવનાઓ, દયારૂપ ધર્મ અને પરોપકાર જેવી શુભ વૃત્તિઓ લઈ જવી જોઈએ.
ચૌદરાજ લોકના સંસ્થાનમાં લોકાગ્રે સિદ્ધશિલા-પવિત્રતમ સ્થાન છે,
૪૪ * શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org