________________
અનુસરતા ગુણો, ક્ષમાદિ ગુણો કે સમ્યગદર્શનાદિ ગુણોના સહયોગથી આત્મદર્શન કે તત્વ દર્શન થાય છે. અર્થાત્ દોષરહિત ગુણો સહિત એ અનુપમદર્શન સંભવ છે.
કેવી રીતે? દોષની અંશમાત્ર પણ અનુમોદના, બચાવ કે પક્ષપાત હશે અને ગુણોની અંશમાત્ર પણ ઉપેક્ષા, અપ્રશંસા કે અનાદર હશે તો આત્મદર્શન અસંભવિત છે. તેને સ્થાને દોષની નિરંતર ગર્તા – નિંદા – ઉપેક્ષા હશે, અને ગુણોની નિરંતર અનુમોદના, આદર અને પ્રશંસા હશે તો શુદ્ધ તત્ત્વદર્શન પ્રગટ થશે.
સંસાર એ દોષનું નિવાસસ્થાન છે, મોક્ષ એ ગુણોનું પરમધામ છે, તેનો બોધ એ ધર્મ છે, જેના વડે પાપોનો પરિહાર થાય છે. દુષ્કૃત્ય અને દુર્ભાવ વડે પાપ થાય છે અને પોષાય છે. તે દુ:ખનું કારણ છે. સુકૃત્ય અને સદ્ભાવના વડે ગુણો વૃદ્ધિ પામે છે. દયારૂપ ધર્મની મુખ્યતા સુખનું કારણ છે. દયામાં દુઃખીના દુઃખનિવારણની મુખ્યતા છે. અહીંથી ધર્મ પ્રારંભ થાય છે. દયાનું ફલક ખૂબ ઉદાર છે. અહિંસા, સંયમ-તપ, શીલ સંતોષ ક્ષમાદિ, દાન, પરોપકાર, સ્નેહ તેમાં સમાય છે.
“સાચા હૃદયની દુકૃત ગહમાંથી જે અગ્નિ (શક્તિ) પેદા થાય છે, તે ચીકણાં કર્મોને પણ ભસ્મીભૂત કરી નાંખે છે અને તીવ્ર સુકૃતાનુમોદનામાં પરિણમીને સુકૃતસાગર સમા શ્રી અરિહંત પરમાત્માના ચરણમાં સમર્પિત કરી દઈને શુદ્ધ ધર્મમાં રમમાણ કરે છે.
૦ તત્ત્વવિચાર ૦ તત્ત્વદર્શન થતાં પહેલાં તત્ત્વવિચારથી ભૂમિકા બંધાય છે. તે તત્ત્વવિચાર આરંભ પરિગ્રહાદિની અલ્પતા, પાર્થિવ પદાર્થોથી અનાસક્તિ, કષાયોની મંદતા થવાથી ઉદ્દભવે છે. ધર્મમાર્ગનું એ પ્રવેશદ્વાર છે.
માનવ વિચાર સહિત અવસ્થાવાળો છે. પરંતુ તે વિચારનું વહેણ યથાસ્થાને ન હોવાથી તે વિચાર તેને તત્ત્વરૂપે પરિણમતો નથી. કારણ તે વહેણ આર્તધ્યાનરૂપ વિકલ્પોના વેગવાળું છે. જેમાં સ્વ-સુખદુઃખની સંકુચિતતા યુક્ત સ્વાર્થ હોય છે. તત્ત્વવિચાર વડે આ વહેણ બદલાય છે, તે સ્વની ચિંતાને બદલે સર્વની ચિંતામાં વ્યાપક બને છે. એથી આત્માનો મૂળ ગુણ સમત્વભાવ અત્યંત પુષ્ટ થાય છે. અનંત ગુણમય
પથાન આર્તબા હોય છે. વધતામાં
અને
સ્વસ્વરૂપમય મોક્ષ - મોક્ષમાર્ગ : ૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org