________________
જોઈએ પછી તત્ત્વરૂપી દૃષ્ટિથી તેને બાંધવું જોઈએ. પછી તે મન સ્વયં પ્રજ્ઞાપણે કાર્યાવિત થશે.
આમ સતત શુભચિંતનના અભ્યાસથી અને વિષયોથી વિરક્ત થઈ અનાસક્ત થવાથી મન શાંત અને પવિત્ર બને છે. મન, બુદ્ધિ, વિચાર, હૃદય અને સ્પષ્ટ વાચા મનુષ્યને મળેલી અદ્ભુત શક્તિ છે. મૂલ્યવાન મૂડી છે. તેને વિષયો અને કષાયોને હવાલે કરવા જેવી નથી. પરંતુ ઉત્તમ જીવનનો પરિશ્રમ ઉઠાવવો જોઈએ તે માટે ત્યાગ વૈરાગ્ય જરૂરી છે. ઇન્દ્રિયો વડે ત્યાગ થઈ શકે છે અને મન વડે વૈરાગ્યની ભાવના થઈ શકે છે.
મનુષ્યનું શરીર નાનું પાત્ર છે, પણ તેમાં રહેલું તત્ત્વ મૂલ્યવાન મહિમાવાન અને અનંત શક્તિ યુક્ત છે. જેમ પાત્રમાં રહેલું ગંગાજળ અને ગંગા નદીનું ગંગાજળ એક જ છે, તેમ માનવમાં રહેલો શુદ્ધાત્મા અને પરમાત્મામાં પ્રગટ થયેલો આત્મા શક્તિપણે સમાન છે. અપ્રગટ આત્મા ઉપરના આવરણને મનના સંયમ દ્વારા દૂર કરી શકાય છે. સંયમ દ્વારા વૈરાગ્યદિ દઢ રહે છે.
મન સ્વયં કાર્યશીલ છે. બાબરાભૂત જેવું છે, તેને કામ આપશો નહિ તો તે તમારા જીવનને ભરખી જશે. મન વૃદ્ધ થતું નથી, થાકતું નથી. તેને સંયમના સર્જનાત્મક માર્ગે વાળીને મિત્ર બનાવો, તે તમારો સાથી થઈને મુક્તિ સુધી લઈ જશે. શત્રુ માનીને તેની સામે નિરંતર ઝઝૂમો નહિ. સ્નેહપૂર્વક સન્માર્ગે વાળો. મનને જીતવું દુરારાધ્ય છે. અસંભવ કે અશક્ય નથી. મહાત્માઓએ તેને જ્ઞાન વડે વશ કર્યું છે. ન દમન ન શત્રુતા. મનની શક્તિઓ અભુત છે. જ્ઞાન તેને નિશ્ચિત માર્ગે લઈ જાય છે. જેમ વહેતા પાણીને નિશ્ચિત માર્ગે લઈ જઈ શકાય છે. નદીના પૂરને બંધમાં સંગ્રહી શકાય છે. પાત્રમાં ભરી ઘાટ આપી શકાય છે. તેમ મનને જ્ઞાન વડે નિશ્ચિત માર્ગે લઈ જઈ શકાય છે. તેની શક્તિનો સંચય કરી યથા સમયે મહાન કાર્યમાં જોડી શકાય છે. તેને સન્માર્ગે લઈ જવા તપ, જપ, વ્રતથી ઘડી શકાય છે.
મન દીર્ઘકાળના સંસ્કારવાળું છે તે અથાક યંત્ર છે. કદી વૃદ્ધ થતું નથી. સદા યૌવનવયમાં રહેતું અત્યંત ઉન્મત્ત બને છે. ઘણી શક્તિઓનો એ પુંજ છે. પરંતુ રાગદ્વેષરૂપી સંસ્કારોથી એ વાસિત થયેલું છે. તેને એકદમ સમજાવી દેવું શક્ય નથી. છતાં મનની નજીક રહેલું આત્મતત્વ જે જ્ઞાન દર્શનથી ભરપૂર છે. તે જ્ઞાન અને દર્શન વડે
માનવજીવન ઉત્તમ છે * ૧૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org