________________
મન નિર્મળ બને છે. વશમાં રહે છે. ચારિત્રની સત્ ક્રિયા વડે મનની સ્થિરતા પેદા થાય છે.
મનને મિત્ર બનાવી તેની સાથે સંવાદ કરો. હે મનાજી ! તમે તો માનસરોવરના હંસની જેમ મોતીનો નિર્મળતાનો ચારો ચરો તેવા છે. તમે આત્મ ઉપયોગને વહન કરનારા તમારે ઇન્દ્રિયોના ક્ષુદ્ર વિષય પ્રત્યે શા માટે દોડવું પડે ? તમારી શક્તિમાં, પૂરા મનના બ્રહ્માંડમાં પવિત્રતા હોવી જોઈએ. તમારા મનોરાજ્યમાં ક્ષુદ્રતા ન છાજે. મનની શક્તિનું ખૂબ સ્મરણ કરો, તેને આદર આપો એમ ઉત્તમ રુચિ પ્રત્યે લઈ જતા મન શુદ્ધ એવા આત્માને સમર્પિત થશે.
આત્માને સમર્પિત થવામાં કદાચ ન ટકી શકાય તો પરમાત્માનું સ્મરણ સ્તવનો કે પૂજન વડે મનને પવિત્ર કરવું. ગુરુની નિશ્રામાં તેમની આજ્ઞામાં રહેવાથી મન ઉત્તમતાને ગ્રહણ કરે છે, ઉન્મમતા ત્યજી દે છે.
-
મૌન વડે મનને શાંત કરી શકાય છે. વિચારોનું વિરમવું તે મૌન છે. અંતરવાચા અને બાહ્ય વાચાનું શમી જવું તે મહામૌન છે. તેનો સંધિકાળ લાંબો ટકે છે, ત્યારે આત્માકારતા થાય છે. ત્યારે મનની શંકાઓ શમી જાય છે. આ મહામૌન વડે મન અને બુદ્ધિને પૂર્ણ વિશ્રામ મળે છે.
૦ ગૃહસ્થજીવનનું પ્રેરકબળ : સદાચાર ૦
જીવનમાં સદાચારનું સત્ત્વ નથી, તો તેમાં આત્મિક તત્ત્વ પણ પ્રગટવાનું નથી. આત્મા જ્ઞાનસ્વરૂપ છે, વર્તમાનમાં જ્ઞાન આવૃત્ત છે, તેને પ્રગટ થવાનાં ઘણાં સાધનો પૈકી સદાચાર પ્રેરક બળ છે, મન-વચન કાયાના યોગોનો શુભપણે પ્રવર્તવું તે જેમ આત્મવિકાસમાં જરૂરી છે તેમ જીવનના વ્યવહારાદિમાં સદાચાર આવશ્યક છે. સદાચાર રહિત માનવનું સત્વ નથી. તેથી તેનામાં રહેલું શુદ્ધ તત્ત્વ પણ વિકાસ પામતું નથી. યોગોનું અશુભ પ્રવર્તન અશુભમાં વૃદ્ધિ કરે છે. તેથી જીવ શુદ્ધતત્ત્વમાં સામર્થ્યને યોજી શકતો નથી.
સ્વાર્થ, મોહ કે અજ્ઞાનની જાળમાં જીવ એવો મૂંઝાઈ ગયો છે કે પ્રાથમિક ભૂમિકાયોગ્ય સદાચારનું સેવન પણ કરી શકતો નથી. ઉત્તમ જીવન, માર્ગાનુસારિતા, કે સમ્યક્ત્વની પ્રાથમિક ભૂમિકામાં જે ગુણો જરૂરી છે તેમાં ન્યાયસંપન્નવૈભવ ગુણ પ્રથમ છે, જેમાંથી સદાચાર ફલિત થાય છે.
Jain Education International
૧૭૮ * શ્રુતસાગરનાં બિંદુ
For Private & Personal Use Only
www.jainelibrary.org