________________
જીવને જો તાત્ત્વિકતા પામવી છે તો તેને સદાચાર જેવા પ્રેરક બળની આવશ્યકતા છે. અમુક કાર્ય ખોટું છે કે અમુક કાર્ય સારું છે, એમ જાણવા માત્રથી ખોટું કરવાની આદત છૂટી શકતી નથી. ત્યાં કોઈવાર વાણી પણ કાર્યકારી થતી નથી. કેવળ ઉચ્ચ વસ્તુઓનું જ્ઞાન કે સ્મૃતિ જીવનમાં ઉત્તમતા લાવતી નથી. તેના નિમિત્તથી ઉચ્ચ રુચિ પેદા થાય અને આચાર શુદ્ધ થાય તો જીવન ઉત્તમતાને પામે છે.
મહદ્અંશે સામાન્ય જનતાની રુચિ હલકા-તુચ્છ વસ્તુઓ પ્રત્યે હોય છે, જેમથી જીવનમાં દૂષણો પ્રવેશ પામે છે. ભલે પછી તે ભૌતિક જગતમાં અદ્યતન કે મૂલ્યવાન ગણાતા સાધનો હોય. જેમકે ટી.વી.નાં ચિત્રો કદાચ બુદ્ધિમાં વધારો કરે પરંતુ જીવના વિચાર તંત્રને કામુક અને ઉત્તેજિત બનાવે છે. અદ્યતન સાધનો તેનું મમત્વ કે મોટાઈ લાવે છે, ધનનો દુર્વ્યય થાય છે. એમાં ઉત્તમતા ક્યાંથી આવે ? વળી આ હલકી વસ્તુઓની પ્રતિષ્ઠા વધી રહી છે, તેની છત વધી રહી છે. તેથી લોકોની અભિરુચિ પણ તે તરફી હોય છે. તેથી તેમને ઉચ્ચ વસ્તુઓની રુચિ થતી નથી.
વળી આ કંઈ પ્રૌઢો કે વૃદ્ધોમાં છે એવું નથી. માટે બાળવયથી બાળકોને ઉત્તમ પદાર્થોની-વસ્તુઓની રુચિ કરાવવી જોઈએ. જેમ બાળવયથી બાળકોને આહાર સ્વાદિષ્ટ ખાવાની આદત પડે પછી તેને હલકી વસ્તુઓ કે સ્વાદરહિત વસ્તુઓ રૂચતી નથી. તેમ એકવાર ઉત્તમ વસ્તુઓ, સાત્વિક વૃત્તિઓ, સપ્રવૃત્તિઓ કે સાચા જ્ઞાનની રુચિ થાય પછી જીવને તુચ્છ વસ્તુઓની રુચિ થતી નથી. ઉત્તમ વસ્તુઓની અલ્પતા છે તેથી તેની શોધ કરીને મેળવવી પડે છે. તે પ્રમાણે પોતાની પાત્રતા કરતા જ્ઞાની પુરુષોનું યોગબળ ઉચ્ચ હોય છે, તેમનું સાન્નિધ્ય મેળવવા માનસિક રીતે ઊંચે ચઢવાનો અર્થાત્ સંયમાદિનો પરિશ્રમ કરવો પડે છે.
જીવનમાં એવો અવસર મળે એક વાર ઉંચે ચઢવાનો પ્રયાસ કરનારને પ્રથમ સાત્ત્વિક આનંદ મળે છે, અને જેમ જેમ સૂમ વિચારથી ઊંડો ઉતરે તેમ શુદ્ધ-આનંદનો તે અધિકારી બને છે, તેના દુ:ખ દારિદ્ર દૂર થાય છે, સુખ, સંપત્તિ વૃદ્ધિ પામે છે. ઉત્તમતાની, ઉત્તમ વસ્તુઓની ઉત્તમ પાત્રોની તેની રુચિ દઢ થતાં, તુચ્છ વસ્તુઓને સહી શકતો નથી . પછી તો તેના જીવનમાં સહજતા હોવાથી ઉત્તમ વસ્તુઓ સ્વયં તેને મળે છે.
માનવજીવન ઉત્તમ છે * ૧૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org