________________
રહસ્ય છે.
“અબ હમ અમર ભયે ન મરેંગે” જન્મેલો મરણ ન પામે નિર્વાણ પામે. તે તેમની અમરતા છે. ક્યાં આવી આત્મોત્થાનની દશા અને ક્યાં ડગલે ને પગલે સાત ભયોથી આક્રાંત મનુષ્ય ?
આ ભય મોહનીય કર્મની પ્રકૃતિ છે. સંસારના જીવ માત્રને સતાવતો એ અઢી અક્ષરનો શબ્દ “કર્મ” છે. પણ ભાઈ કર્મ માત્રને ભસ્મિભૂત કરનાર અઢી અક્ષરનો શબ્દ “ધર્મ” પણ છે. જેની પાસે ધર્મ છે તેને કર્મ શું કરી શકે ? ધર્મ નથી તે કર્મથી ગ્રસિત છે. આત્મોત્થાન એ ધર્મનું રહસ્ય છે. સર્વ શાસ્ત્રનું એમાં ગુંજન છે. જીવનને જાણો - સમજો અને સિદ્ધત્વ પામો
મહદ્ અંશે આપણે જીવનને જાણતા નથી. જમ્યા આવ્યા અને વિદાય થયા. જીવન આ ત્રિરંગમાં સમાઈ જતું નથી, જીવન એટલે ચૈતન્યનું સૌંદર્ય, શુદ્ધતાનું સૌરભ, ચૈતન્યમાં અભેદનું ઔદાર્ય. તે જેમ સંસારના ક્ષેત્રે સમાઈ જતું નથી તેમ મંદિર કે અન્ય સ્થાનોમાં સમાઈ જતું નથી. તે તે ક્ષેત્રો જાણવા માટે છે. ઉત્થાન માટે તો ચૈતન્ય મહાપ્રભુનો આદર છે. તે પ્રાપ્તનું પ્રાગટ્ય એ માનવજીવનનો મંત્ર છે. કર્તવ્ય હોવું જરૂરી છે.
કીડીથી માંડીને કુંજર સુધીના સર્વ જીવો સુખ શોધે છે કારણ કે સુખ આત્માનો સ્વભાવ છે. એ સુખ ભૌતિક સાધનોમાં સમાઈ જતું નથી. ચિત્ત જેનાથી રીઝે તે સુખ અને ચિત્ત જેનાથી ખીજે તે દુઃખ આ તો માનવીની નબળાઈ છે. એ સુખ-દુઃખ પૂર્વિત કર્મના ચમકારા છે. તેમાં અટકવાનું નથી. પરંતુ તેનું ઉલ્લંઘન કરવાનું છે. તેને માટેનો મંત્ર સમતા છે. કર્તવ્ય છે જ્ઞાન સ્વરૂપે ટકવું.
દૂધનું પાત્ર છટકે તો દૂધ ઢળી જાય, પરંતુ જો માનવનું ચિત્ત વિષયોમાં ભટકે કે છટકે તો આત્મવિકાસ અટકી જાય. છતાં પણ વિષયોનો રાગ નબળો છે. આત્મ સ્વભાવરૂપ વૈરાગ્ય સબળો છે. રાગ મોહની નીપજ છે. વૈરાગ્ય આત્માની નીપજ છે. વિષયોથી તૃપ્તિ મળતી નથી માટે તો મહાજનો મુક્તિને શોધે છે.
આત્મોત્થાનનું અંતિમ ચરણ મુક્તિ છે. સિદ્ધ સ્વભાવી આત્માને સિદ્ધત્વ બક્ષવું એ ઉત્તમ માનવજીવનનું વરદાન છે.
અધ્યાત્મનું રહસ્ય શુદ્ધ દૃષ્ટિ છે : ૨૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org