________________
પાછા આવી મળે છે. વળી જીવ શરીરથી ભિનાભિન્ન છે. તેથી પ્રાણ વિયોગથી શરીર છૂટી જાય છે પરંતુ એક ક્ષેત્રમાં રહેલો જીવ શરીર દ્વારા પીડા પામે છે. આવું યથાર્થ જ્ઞાન થાય તો હિંસાનો ત્યાગ થઈ અહિંસાનું પાલન થાય છે. આમ જો જિનમત પ્રમાણે જીવને નિત્યાનિત્ય કે ભિન્નાભિન્ન ન માને તો તો હિંસકને હિંસા કરું છું તે ખોટું છે તેનું ભાન ક્યારે પણ ન થાય. એથી અન્યને હણવા છતાં હું હણતો નથી જીવ પોતાના જ આયુષ્યકર્મ પૂરું થતાં મર્યો છે તેવો ભ્રમ સેવે છે, અને હિંસાથી અટકતો નથી. તે સ્વયં અપરાધી છે.
૦ અહિંસા અને આત્માનું ઐક્ય ૦
આત્માના વાસ્તવિક-સ્વાભાવિક સ્વરૂપને જાણવું તે અહિંસા છે. આત્માને જાણ્યો તેણે સર્વ જાણ્યું. જો હું મને પોતાને યથાર્થપણે જાણું તો સર્વ જીવમાં રહેલા આત્માને જાણી શકીશ અને એવા જ્ઞાનથી આત્મામાં પ્રેમતત્ત્વ પ્રગટે છે. ત્યારે કોઈને દુઃખ આપી શકે તેમ બનતું નથી. આમ કોઈ પણ જીવને દુઃખ દેવાની સંભાવના દૂર થાય છે.
પરંતુ જો આત્માને યથાર્થ જ્ઞાન નથી તો આત્મઅજ્ઞાનમાંથી અહં ઉત્પન્ન થાય છે. તે પરમતત્ત્વથી દૂર કરે છે. તેથી જીવ સ્વાર્થમય બને છે. પ્રેમમાંથી પ્રગટતો પરોપકાર કે અન્ય જીવહિતચિંતા અહિંસાનું સ્વરૂપ લે છે. અહંનું વિસર્જન થાય ત્યાં પ્રેમ પૂર્ણપણે પ્રગટે છે. અહં અતિ ક્ષુદ્ર અને સંકીર્ણ છે. પ્રેમ બ્રહ્મસ્વરૂપ છે. વિરાટ છે. અહં વ્યક્તિમાં જીવે છે. પ્રેમ સમિષ્ટમાં વ્યાપ્ત છે. અહં સ્વકેન્દ્રિત છે, પ્રેમ સર્વવ્યાપક છે. પ્રેમપૂર્વકના સેવા-પરોપકારમાંથી અહિંસા વિકસે છે.
(૧) અહં સંકીર્ણ છે, પ્રેમ વિરાટ છે.
(૨) અહંનું કેન્દ્ર વ્યક્તિ છે. પ્રેમનું કેન્દ્ર સમષ્ટિ છે.
(૩) અહંમાં ગુણોનું શોષણ છે. પ્રેમમાં ગુણોનું પોષણ છે. પ્રેમ કેવી રીતે મેળવવો કે કેળવવો ?
આજના યુગમાં પ્રેમ શબ્દ ઘણો નીચેની ભૂમિકાએ વપરાતો થયો છે. એ પ્રેમ નથી પરંતુ લાગણીના આવેગો છે. જે ગરમીથી ઓગળતી મીણબત્તી જેવા છે. કંઈક પ્રતિકૂળતા થઈ, વિચારભેદ થયો, પરિસ્થિતિ પલટાઈ જાય ત્યારે પેલી આવેગવાળી લાગણી કે જેને પ્રેમની ઉપમા મળી છે, તે ઓગળી જાય છે. રાગયુક્ત પ્રેમ અશુદ્ધ છે. તે કોઈ જડ કે ચેતન પદાર્થ પ્રત્યે હોય છે. રાગમુક્ત પ્રેમ સર્વ તરફ હોય
Jain Education International
અહિંસા પરમો ધર્મ × ૧૫૫
For Private & Personal Use Only
www.jainelibrary.org